Ahmedabad/ ગુજરાત હાઈકોર્ટે શા માટે આપ્યો DGPને ઠપકો

ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના પોલીસ વડાને પોલીસ કોન્સ્ટેબલની બદલી જેવી નજીવી વાતોમાં પડવા બદલ ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે DGPને મહિલા કોન્સ્ટેબલ અસુરક્ષા અનુભવતી હતી તેમ છતાં તે જ જગ્યાએ બદલી શા માટે કરી તેવું પૂછ્યું હતું.

Gujarat Ahmedabad
ગુજરાત હાઈકોર્ટે

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના પોલીસ વડાને પોલીસ કોન્સ્ટેબલની બદલી જેવી નજીવી વાતોમાં પડવા બદલ ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે DGPને મહિલા કોન્સ્ટેબલ અસુરક્ષા અનુભવતી હતી તેમ છતાં તે જ જગ્યાએ બદલી શા માટે કરી તેવું પૂછ્યું હતું. કોર્ટે પોલીસ વિભાગને આ બદલીનો નિર્ણય પણ પાછો ખેંચવા જણાવ્યું હતું. આ કેસમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોવાથી તે અસુરક્ષિત મહેસૂસ કરતી હતી.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણી ચૌધરી જે વારંવાર આ કેસને કારણે વિવાદમાં રહી છે. અન્ય જ્ઞાતિના યુવક સાથે લીવ-ઈન-રિલેશનમાં રહેવાના કારણે અને લગ્ન કરવા બદલ ગયા વર્ષે મણીનું બે વખત અપહરણ થયું હતું. સૌથી પહેલા અપહરણ જુલાઈ 2023માં તેનું થયું હતું અને તેના લીવ-ઈન પાર્ટનર સદ્દામ ગરાસિયાએ વડોદરાના ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયે તે મધ્ય પ્રદેશમાંથી મળી આવી હતી. ત્યાર પછી નવેમ્બર 2023માં તેનું ફરીથી અપહરણ કરવામાં આવ્યું અને રાજસ્થાન લઈ જવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ વિભાગે મણી ચૌધરીને વડોદરાથી રાજકોટ જિલ્લામાં અને પછી બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્સફર કરી દીધી હતી, જ્યાં તેનો પરિવાર રહે છે. મણી ચૌધરી આ બદલીથી ખુશ જણાતી ન હતી. તેની બદલી જિલ્લા બહાર કરવામાં આવે તે માટે હાઈકોર્ટમાં ગઈ હતી. તેને બંને વખત જ્યાં નહોતુ જવું ત્યાં DGPના ઓર્ડરથી બદલી કરવામાં આવી હતી. મણી ચૌધરીના વકીલે દલીલ કરી હતી કે DGPએ તેને શા માટે જાણી જોઈને એવી જગ્યાએ મૂકી જ્યાં તેના જીવ પર જોખમ હતું.
હાઈકોર્ટે જણાવ્યું છે કે ઈમરજન્સી કે ઈન્કવાયરી વિના તેનું ટ્રાન્સફર કરવામાં ન આવે. પોલીસ વિભાગ જાણી જોઈને બદલો લઈ રહી હોય એવું શા માટે દેખાઈ રહ્યું છે?



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…

Naya Yatra
આ પણ વાંચો:#ISROMissions/ઈસરોને મળી મોટી સફળતા, ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ, જાણો શા માટે તે મહત્વનું છે