Not Set/ અમદાવાદ/ પીજીમાં રહેતી મહિલાએ દારૂ પીને એવો તમાશો કર્યો કે પોલીસ પણ રહી ગઈ હેરાન

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પીજી તરીકે રહેતી 42 વર્ષની મહિલાએ દારૂ પીધા બાદ હંગામો કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે, થ્રી સ્ટાર હોટલની સામે નેબુલા હાઉસમાં ચાલતા PGમાં કોઈ મહિલાએ હંગામો કર્યો હોવાની જાણકારી કન્ટ્રોલ રૂમને મળી હતી. પોલીસને જાણકારી મળતા મહિલા કોન્સ્ટેબલને લઈને જ્યાં પીજી ચાલતું હતું ત્યાં પોલીસ પહોંચી […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પીજી તરીકે રહેતી 42 વર્ષની મહિલાએ દારૂ પીધા બાદ હંગામો કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે, થ્રી સ્ટાર હોટલની સામે નેબુલા હાઉસમાં ચાલતા PGમાં કોઈ મહિલાએ હંગામો કર્યો હોવાની જાણકારી કન્ટ્રોલ રૂમને મળી હતી.

પોલીસને જાણકારી મળતા મહિલા કોન્સ્ટેબલને લઈને જ્યાં પીજી ચાલતું હતું ત્યાં પોલીસ પહોંચી હતી.પોલીસ અહીં પહોંચતા જ જોયું કે PGમાં રહેતી એક મહિલા તેના માલિકને ગાળો ભાંડી રહી હતી.આ મહિલાને તેને મળી રહેલી પીજી સવલતો સામે વાંધો હતો અને તે દારૂ પીને હોબાળો કરી રહી હતી.

પોલીસે કહ્યું કે કંચન વાસવાનીના રૂમમાંથી દારૂની એક બોટલ મળી આવી છે. આ મહિલા નાગપુરની વતની છે અને શહેરમાં કોલ સેન્ટરમાં કામ કરી રહી છે. તેણે PG માલિક સાથે પૈસા બાબતે કોઈ મતભેદ ચાલતો હતો, દારૂ પીધા બાદ મહિલાએ માલિકને ગાળો આપવાનું શરૂ કરી દીધું.આ બાદ PGના અન્ય લોકોએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા તેમને પણ ગાળો આપવા લાગી. અધિકારીએ જણાવ્યું કે મહિલાની દારૂ પીવા તથા બોટલ રાખવાના ગુનામાં અટકાયત કરાઈ હતી. સોમવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાયા બાદ તેને જામીન પર છોડી મૂકાઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.