Not Set/ ભાવનગરમાં ઇન્કમટેક્ષનું સુપર ઓપરેશન, શિપબ્રેકરોનાં ઘરો અને ઓફિસો પર IT નાં દરોડા

ભાવનગરમાં ઇન્કમટેક્ષનું સુપર ઓપરેશન જોવા મળ્યુ હતુ. જેમા શિપબ્રેકરોનાં ઘરો અને ઓફિસો પર આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે 15 જેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. એશિયાનું સૌથી મોટુ શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરનાં અલંગ ખાતે આવેલુ છે. આ બ્રેકિંગ યાર્ડ સાથે સંકળાયેલા અડધો ડઝનથી પણ વધુ શિપબ્રકેરોનાં ઘરો અને ઓફિસોમાં ગઇ કાલે […]

Gujarat Others

ભાવનગરમાં ઇન્કમટેક્ષનું સુપર ઓપરેશન જોવા મળ્યુ હતુ. જેમા શિપબ્રેકરોનાં ઘરો અને ઓફિસો પર આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે 15 જેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી.

એશિયાનું સૌથી મોટુ શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરનાં અલંગ ખાતે આવેલુ છે. આ બ્રેકિંગ યાર્ડ સાથે સંકળાયેલા અડધો ડઝનથી પણ વધુ શિપબ્રકેરોનાં ઘરો અને ઓફિસોમાં ગઇ કાલે સવારથી જ દરોડા પાડી ઓપરેશન હાથ ધર્યુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર લગભગ 15 જેટલી જગ્યાઓ પર આઈટી વિભાગનાં દરોડા પાડવામાં આવેલા છે. ઇન્કમટેક્ષને અગાઉથી જ બાતમી મળી હોવાના કારણે અને કાળુ નાણું શોધવા માટે આઇટી એ આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આઇટીનાં આ દરોડામાં મોટા પાયે બેનામી સંપત્તિ મળી આવે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ઇન્કમટેક્ષનું આગમન થતા અને અલગ-અલગ જગ્યાઓ પર દરોડા બાદ વેપારી અને ઉદ્યોગજગતમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તમામ શિપબ્રેકરોનાં નિવેદનો લેવાયા છે અને તપાસની કાર્યવાહી પૂરજોશથી ચાલી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.