Not Set/ 60 વર્ષના બે આધેડોએ 50 વર્ષની મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું,બ્લેકમેલનો ધૃણાસ્પદ કિસ્સો

રાજ્યમાં સમાજ બહાર કાઢી મુકવાની ધમકી આપી બે આધેડ વૃધ્ધોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.ઉત્તર ગુજરાતમાં થરામાં બનેલા આ બનાવમાં એક મહિલાના પુત્રએ પ્રેમલગ્ન કરી સમાજ બહારની કન્યા લાવતાં સમાજના જ બે આગેવાનોએ યુવકની માતાને સમગ્ર પરિવારને સમાજ બહાર નહીં મૂકવા અને 5 લાખ રૂપિયા દંડ નહીં કરવાની લાલચ આપી ફોનમાં વાત કરવા અને શારીરિક […]

Top Stories

રાજ્યમાં સમાજ બહાર કાઢી મુકવાની ધમકી આપી બે આધેડ વૃધ્ધોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.ઉત્તર ગુજરાતમાં થરામાં બનેલા આ બનાવમાં એક મહિલાના પુત્રએ પ્રેમલગ્ન કરી સમાજ બહારની કન્યા લાવતાં સમાજના જ બે આગેવાનોએ યુવકની માતાને સમગ્ર પરિવારને સમાજ બહાર નહીં મૂકવા અને 5 લાખ રૂપિયા દંડ નહીં કરવાની લાલચ આપી ફોનમાં વાત કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.આ બંને આગેવાનો 60 વર્ષની આસપાસના છે.

થરામાં દોઢ મહિના અગાઉ મોટી ઘરનાળ ગામે રહેતા રણછોડભાઈ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલભાઈ રામજીભાઈ સુથાર સમાજના આગેવાન હોવાના નાતે સમાજમાં જ પ્રેમલગ્ન કરનારા એક યુવકના પરિવારને સમાજ બહાર મુકવા અને રૂ.5 લાખનો દંડ કરવા ધમકી આપી હતી.

આવી ધમકીના કારણે યુવકની 50 વર્ષની માતા ડરી ગઈ હતી જેનો બંને આગેવાનોએ ખોટો લાભ ઉઠાવ્યો હતો.મહિલાએ પરિવારને સમાજ બહાર મૂકવાના ડરથી લાલચમાં આવીને બંને આગેવાનો સાથે ફોન પર વાત કરી હતી. એક દિવસ મહિલા ઘરે એકલી હતી, ત્યારે બંને આગેવાનો ઘરે આવ્યા હતા અને બંને જણાએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને આ સિલસિલો જારી રાખ્યો હતો.

મહિલા પર દોઢ મહિના સુધી બંને આગેવાનો દ્વારા દુષ્કર્મ આચરાયા બાદ પીડિત મહિલાની ઓડિયો કલીપ જાહેર કરવાની ધમકી આપતાં મહિલાએ આગેવાનો સામે થરા પોલીસ મથકે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.થરાના પી.એસ.આઈ એ જણાવ્યુ હતુ કે, સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.