- ગણપતિ વિસર્જન પહેલાનો વિડીયો વાયરલ
- ગણપતિ પંડાલમાં બાર ડાન્સરો સાથે ઠૂમકા
- બિયરની છોળો ઉડતી વીડિયોમાં નજરે આવી
- વિસર્જનની આગલી રાતનો વિડીયો હોવાનું અનુમાન
- તાયફાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- બેગમપુરાની મપારા શેરીનો વિડીયો હોવાનું અનુમાન
- 3 બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી
- મોડીરાત્રે 1 વાગ્યા બાદ ઉજવણીના નામે તમાશો
તહેવારો આસ્થાની જગ્યાએ આનંદ અને પ્રમાદનું સાધન વધુ બની રહ્યા છે. તહેવારોની ઉજવણી આનંદ અને ઉલહાસ માટે જ કરવામાં આવતી હતી. એક સાથે બધા ભેગા મળે અને પોતાના રૂટિન માઠી સેમી ફાળવી થોડો આનંદ મેળવી શકે તેવો ઉમદા આશય હોય છે. પરંતુ આજના જમાનમાં તહેવારોની ઉજવણી આનંદની સાથે પ્રમાદનું સાધન બનતી જઇ રહી છે. આસ્થાનું તત્વ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે.
સુરત ગણપતિ પંડાલમાથી એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ગણપતિ પંડાલમાં બાર ડાંસરો બોલાવવામાં આવી હતી. અને બિયરની છોળો ઉડાવવામાં આવી હતી. આવી ભક્તિ ? વીડિયો જોતાં ગણપતિ વિસર્જનના આગલી રત્નો હઓવાનું એનુંમાં લગાવી શકાય છે. ગણપતિ સ્થાપન એ ભક્તિ અને આસ્થા માટે કરવામાં આવે છે. આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા તહેવારમાં આરીતે બાર ડાંસરોને બોલાવી ડાન્સ કરાવવો અને બિયર ની છોળો ઉડાડવી કેટલું યોગ્ય છે.
બાર ડાંસરો સાથે ભક્તો પણ ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. સુરતના બેગમ પૂરા ની મનપા શેરી નો આ વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યાં ગણેશ ઉત્સવની ઉજવણી 3 બાર ડાંસરો બોલાવી કરવામાં આવી હતી. તો મોડી રાત્રે ભક્તિના નામે તમાશો કરવામાં આવ્યો હતો.
નોધ : *મંતવ્ય ન્યૂઝ આ વિડિયોની પુષ્ટિ નથી કરતું *
Science / પહેલીવાર પિતા બન્યા પછી પુરુષનું મગજ ‘સંકોચાય છે’: અભ્યાસ
