Not Set/ અછત વચ્ચે રેમડેસિવિરના વિતરણે પકડ્યો રાજકીય રંગ, કોંગ્રેસે સરકારને આપ્યું આક્ષેપોનું ઇન્જેક્શન

ગુજરાતના મુખ્યમંત્રી રેમડીસીવર ઈન્જેકશન પુરા પાડી શકતા નથી અને ભાજપના એક નેતા એક શહેર માટે હજારો ઈન્જેકશન મફતમાં આપવા લાવી શકે છે તેવુ પ્રસ્થાપિત

Top Stories Gujarat Others Trending
  • રાજકીય પાર્ટી મારફત જ વિતરણ કરવાના હોય તો ભાજપ સિવાય અન્ય રાજકીય પાર્ટીને ઈન્જેકશન સરકાર ઉપલબ્ધ કરાવશે ?
  • જો પાટીલ ભાઉ પાસે 5000 ઇન્જેક્શન છે તો મને પણ આપો 2500 ઇન્જેક્શન : સી જે ચાવડા

સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવતા હોવાની ચર્ચાએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. સવારે કોંગ્રેસ પ્રવકતા જયરાજ સિહે રેમડેસિવિર મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો ત્યાર બાદ કોંગ્રેસ ના નેતાઓ દ્વારા ભાજપની આ નીતિની  ચારેબાજુ ભારે ટીકા થઇ રહી છે.

એક બાજુ ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. તો બીજી બાજુ ઝાયડસ જેવી કંપની દ્વારા સસ્તા ભાવે કરવામાં રેમડીસીવરનું વેચાણ બંધ કરી અને પોતાની લાચારી દર્શાવી હતી.

ધારાસભ્ય સી જે ચાવડા

તો આ મુદ્દે ગાંધીનગર ના ધારાસભ્ય સી જે ચાવડાએ ભાજપને આડે હાથે લીધા છે. તેમણે ખોઅરા અને ઔષધ નિયામકને પત્ર લખી જણાવ્યુ હતું કે, હાલ કોરોનાની બીજી લહેર ચાલે છે ગાંધીનગર ની હોસ્પિટલમાં જગ્યા નથી. અને કોરોના ના ઈલાજ માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો હાલ મળતો નથી. મારા મતવિસ્તારમાંથી લોકોના રેમડેસિવિર માટે ફોન આવે છે. ગઈકાલે ખબર પડી કે પાટીલ ભાઉ પાસે 5000 ઇન્જેક્શન છે. તો મને પણ આવો 2500 ઇન્જેક્શન નો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરી આપવા માંગણી કરી હતી. તો સાથે તે માટે જે ચાર્જ થાય તે ચુક્વવાની પણ તૈયારી બતાવી હતી.

ખરેખર તો આવો જથ્થો ભૂતકાળમાં પકડાયો ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એક બાજુ લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે, ત્યારે એવો જથ્થો પકડી કોશિયા સાહેબે કેસ કરવો જોઈએ.

પણ હાલ  બધા અધિકારીઓ ભાજપ ના કાર્યકર ની જેમ વર્તે છે તો એમાં કોશિયા નો કોઈ વાંધો નથી. સી આર પાટીલ જોડે જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઈએ. ધણપ ગામ માં પણ પરિસ્થિતિ ખરાબ છે…સમગ્ર  ગાંધીનગર માં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ

તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપને રેમડેસિવિર મુદ્દે આડે હાથે લીધી હતી. તેમને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે. રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકો ફાંફા મારી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શહેરોમાં તેની વ્યવસ્થા થવી જોઈએ. જો રાજકીય પાર્ટી મારફત વિતરણ માટે ઈન્જેકશન આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય રાજકીય પાર્ટીને ઈન્જેકશન કેન્દ્ર કે રાજ્યની સરકાર ઉપલબ્ધ કરાવશે ?

ભૂતકાળમાં આજ સુરત ભાજપના કાર્યકર્તા અને પરિવાર શ્રમિકોને વતનમાં પરત જવાની ટીકીટના કાળા બજાર કરતા અને છેતરપિંડી કરતા હોય તેવા  વિડીયો વાયરલ થતા હતા. જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતા વધારે વગદાર હોય અને હજારો ઈન્જેકશન લાવી શકતા હોય તો તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફત વિતરણ કરવું જોઈએ. ઈન્જેકશનોની યોગ્ય જાળવણી અને તાપમાન વગર અપાય તો નુકશાન કરી જાય માટે જ કાયદો છે કે, લાયસન્સ અને ક્વોલીફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ઈન્જેકશન/દવા વેચી કે વહેંચી ન શકાય. જે પાંચ હજાર ઈન્જેકશનની જાહેરાત થયેલ છે તે કોને કોને અપાયા ? તેનો પુરો ડેટા લાભાર્થીની વિગતો સાથે વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. નહીં તો થોડા વિતરણ અને પાછળના બારણેથી જાજા કાળા બજારમાં જવાની સંભાવના રહેશે. અન્ય રાજકીય પક્ષોને આ ઈન્જેકશન ઉપલબ્ધ કરાવે તો તે રાજકીય પક્ષો પણ મફતમાં લોકોને ઈન્જેકશન વિતરણ કરશે.

વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના ભાજપની આંતરિક લડાઈનો નમુનો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી રેમડીસીવર ઈન્જેકશન પુરા પાડી શકતા નથી અને ભાજપના એક નેતા એક શહેર માટે હજારો ઈન્જેકશન મફતમાં આપવા લાવી શકે છે તેવુ પ્રસ્થાપિત કરીને ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળ અને નબળા છે તેવુ સાબિત કરવા માંગે છે તેમ સ્પષ્ટ દેખાય છે નહીં તો પોતાની જ સરકારને ઈન્જેકશનો અપાવવા જોઈએ અને સરકારી તંત્ર મારફત પોતાના આર્થિક યોગદાનથી પારદર્શક રીતે વિતરણ કરાવવું જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ પણ રેમડેસિવિર મુદ્દે સરકાર ઉપર આકરા આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરી ભાજપે માનવતાની હત્યા કરી છે.