ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો
ગુજરાતમાં કોરોનાના નવા 632 કેસ
24 કલાકમાં 384દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3289
અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદ કોર્પોરેશનમાં 258 કેસ
વડોદરા કોર્પોરેશનમાં 42 કેસ
સુરત કોર્પોરેશનમાં 85 કેસ
વલસાડમાં 33 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દિલ્લી, મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 632 કેસ નોંધાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ લીધો હોય તેવા દર્દીની સંખ્યા 384 છે
જ્યારે રાજ્યમાં હાલ 3289 કેસ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે અમદાવામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનની સંખ્યાની વાત કરીએ તો 258 કેસ છે. તો વડોદરા કોર્પોરેશનના આંક પ્રમાણે સંસ્કાર નગરીમાં 42 કેસ નોંધાયા છે. સુરતની વાત કરીએ તો કોરોનાના કેસમાં વડોદરા કરતા વધુ કેસ છે, ત્યાં 85 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં 33 કેસ કોરોનાના જોવા મળ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસનો આંક સતત વધી રહ્યો છે. દેશમાં બોલીવુડ કલાકારો સાથે રાજકારણમાં કોરોનાનો કહેર જોવા મળે છે. તાજેતરમાંજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.
સરકાર આ સંદર્ભે સચેત થઇગઇ છે અને રસીકરણનું અભિયાન વધુવેગવંતુ બનાવ્યું છે.
