Ahmedabad News : અમદાવાદનો માણેકબાગ વિસ્તાર પોશ વિસ્તારમાં આવે છે,ત્યારે ધરણીધરથી માણેકબાગ જવાના રસ્તા પર ખાડો પડતા વાહનો તે ખાડામાં પછડાઈ રહ્યાં છે,એએમસી દ્વારા ગટર લાઈનની કામગીરી કર્યા પછી અને રસ્તા પર ખાડા પડ્યા પછી કોઈપણ સેફ્ટી કર્યા વગર જનતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તે આ ખાડા પરથી દેખાઈ રહ્યું છે.
અમદાવાદ શહેર દિવસેને દિવસે વિકાસ કરી રહ્યું છે પરંતુ,વરસાદ બાદ શહેરમાં ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.આવો જ એક ખાડો ધરણીધરથી માણેકબાગ રોડ પર પડયો છે,જેમાં માણેકબાગ તરફથી આવતા વાહનો આ ખાડામાં પછડાઈ રહ્યાં છે,સાથે રાત્રીના સમયે ખાડો ના દેખાતા અકસ્માત થવાનો પણ ડર રહે છે,જો ટુ વ્હીલર લઈને નિકળ્યા હોઈએ તો આ ખાડામાં પડવાની પણ શકયતાઓ રહેલી છે,તો તંત્ર દ્રારા જલદીથી આ ખાડો પૂરાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યાં છે.વરસાદ બાદ શહેરમાં ખાડારાજ જોવા મળ્યું છે,માણેકબાગ ચાર રસ્તાથી શ્યામલ રોડ પર માણેકબાગ નજીકજ ડાબા હાથે ખાડા પડયા છે,થોડા સમય પહેલા જ આ રોડ પર સમારકામ કરવામાં આવ્યું હતુ,અને સામન્ય વરસાદમાં ખાડા પડી ગયા છે,વાહન લઈને નિકળ્યા હોઈએ તો આ રોડ પર ખાસ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે,ત્યારે આ રોડ પર પણ 24 કલાક વાહનોની અવર-જવર રહેતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા હતા. દર વર્ષે માણેકબાગ પાસે પડે છે ભૂવો.આ વર્ષે પણ માણેકબાગ પાસે ભુવો પડવાનો સિલસિલો યથાવત હતો.માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો હતા પરેશાન.મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભુવો પડયો હતો.તો એએમસી દ્રારા આ ભૂવાની કામગીરી કરીને ભૂવો પુરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય
