Mehsana News: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ (Mehsana ACB Trap)માં કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને રૂ.80 હજારની લાંચ (Kadi Police Constable Bribe) સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kadi Police Constable Bribe: કોન્સ્ટેબલ રૂ.80 હજારની લાંચ લેતા ઝડપાયો
મળતી માહિતી મુજબ, આરોપી અમીન હુસેન મંજુર હુસેન શેખ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3), કડી પોલીસ સ્ટેશન, તાલુકો કડી, જિલ્લા મહેસાણા ખાતે ફરજ બજાવે છે.
ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદી તથા તેમના ભાઈઓ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના નિકાલ માટે આરોપીએ શરૂઆતમાં રૂ.2 લાખની લાંચ (Kadi Police Constable Bribe)ની માંગણી કરી હતી. બાદમાં રકઝક થતાં સોદો રૂ.80 હજારમાં નક્કી થયો હતો.
ફરિયાદી લાંચ (Kadi Police Constable Bribe) આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ACBએ તા. 9 જુલાઈ, 2026ના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો.
ટ્રેપ દરમિયાન મહેસાણા જિલ્લાના ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર માર્ગ પર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.80 હજારની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ.80 હજારની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે લાંચ (Kadi Police Constable Bribe)ની માંગણી કરી હતી. સમગ્ર મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી ડી.એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર ACB પોલીસ સ્ટેશન તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. કામગીરીનું સુપરવિઝન એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ACB ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ હરેશ મેવાડા, નાયબ નિયામક, ACB અમદાવાદ રહ્યા હતા.
આ પણ વાંચો:દાહોદના આંકલી ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:ડોલવણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:વડોદરામાં લાંચ લેતા ASI ઝડપાયો, મહિલા PSI સામે કાર્યવાહી
