Business News/ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉથલપાથલ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના દર યથાવત, જુઓ અગ્રણી શહેરોની યાદી

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો $76 પ્રતિ બેરલને પાર હોવા છતાં ભારતમાં પેટ્રોલ (petrol) અને ડીઝલના ભાવ યથાવત છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ રેટ અહીં જુઓ.

Business Trending
PETROL-DIESEL

દેશની અગ્રણી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, IOCL અને BPCL) દ્વારા આજના પેટ્રોલ  (PETROL) અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવ્યા છે. વૈશ્વિક બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમત પ્રતિ બેરલ $76 ને પાર કરી ગઈ હોવા છતાં, આજે દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, જે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે. સામાન્ય રીતે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ $10 નો વધારો થાય તો ભારતીય ઓઇલ કંપનીઓને લીટર દીઠ આશરે ₹6 નું નુકસાન વેઠવું પડતું હોય છે, પરંતુ હાલ કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની સ્થિતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ સંકટને કારણે કાચા તેલના ભાવ ઝડપથી પ્રતિ બેરલ $80 તરફ વધી રહ્યા હતા. જોકે, આજના કારોબારમાં તેજીની ગતિ થોડી ધીમી પડી છે. આજે વહેલી સવારે બ્રેન્ટ ક્રૂડ 0.30 ટકાના સામાન્ય ઘટાડા સાથે $76.07 પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. જ્યારે WTI ક્રૂડનો ભાવ 0.22 ટકા ઘટીને $71.86 પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યો હતો.

ભારતમાં સપ્લાય પર કોઈ આંચકો નહીં

કેપ્લરના માર્કેટ વિશ્લેષક સુમિત રિટોલિયાના જણાવ્યા અનુસાર, વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતની કાચા તેલની આયાત સુરક્ષિત છે. ભારતીય રિફાઇનરીઓએ છેલ્લા કેટલાક સમયમાં પોતાના ઓઈલ સોર્સિંગમાં મોટો બદલાવ કર્યો છે. ભારતની આયાતમાં રશિયા સિંહફાળો ધરાવે છે, જ્યારે સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) તરફથી વૈકલ્પિક માર્ગો દ્વારા તેલનો સપ્લાય સતત ચાલુ છે. આ સિવાય પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાંથી તેલ મંગાવીને સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

મુખ્ય શહેરોમાં આજના ભાવ (પ્રતિ લીટર):

દિલ્હી: પેટ્રોલ ₹102.12 | ડીઝલ ₹95.20

મુંબઈ: પેટ્રોલ ₹111.21 | ડીઝલ ₹97.83

કોલકાતા: પેટ્રોલ ₹113.51 | ડીઝલ ₹99.82

ચેન્નાઈ: પેટ્રોલ ₹107.77 | ડીઝલ ₹99.55

ભોપાલ: પેટ્રોલ ₹114.65 | ડીઝલ ₹99.74

ઇન્દોર: પેટ્રોલ ₹114.61 | ડીઝલ ₹99.70

પટણા: પેટ્રોલ ₹112.70 | ડીઝલ ₹99.87

જયપુર: પેટ્રોલ ₹112.66 | ડીઝલ ₹97.78

લખનૌ: પેટ્રોલ ₹102.05 | ડીઝલ ₹99.28

અયોધ્યા: પેટ્રોલ ₹102.40 | ડીઝલ ₹99.27


આ પણ વાંચો :ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સુપ્રીમ કોર્ટમાં સરકારનું મોટું નિવેદન; જાણો શું છે નવી નીતિ

આ પણ વાંચો :વેનેઝુએલાના ભૂકંપથી ભારતના ક્રૂડ ઓઇલ સપ્લાય પર સંકટ, પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે અસર

આ પણ વાંચો :પેટ્રોલમાં 20% એથેનોલથી વાહનોના એન્જિન થઈ રહ્યા છે બરબાદ! ફ્યુઅલ ટેન્કમાં જામી કાળી ફૂગ