વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલની અસર હવે કિંમતી ધાતુઓના બજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળાઈનો માહોલ છે. આ વૈશ્વિક દબાણને કારણે ભારતીય બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના (GOLD) અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. આજે સવારના ટ્રેડિંગ સેશનમાં બંને કિંમતી ધાતુઓ ભારે ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરી રહી છે, જેને પગલે રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સોનાના ભાવમાં ઘટાડો
MCX પર 05 ઓગસ્ટ 2026ની એક્સપાયરી વાળું સોનું આજે ઘટાડા સાથે ઓપન થયું હતું. ગઈકાલનો બંધ ભાવ ₹1,45,300.00 હતો, જેની સામે આજે કારોબારની શરૂઆત ₹1,44,890.00 ના સ્તરે થઈ હતી. દિવસ દરમિયાન સોનામાં તેજી-મંદીની વધઘટ વચ્ચે ઉપરમાં ₹1,45,061.00 અને નીચલા સ્તરે ₹1,44,500.00 નો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બજારની આ મુવમેન્ટ દરમિયાન સોનામાં કુલ ₹800 નો ઘટાડો નોંધાયો હતો. હાલમાં સોનું ₹750.00 (-0.52%) ના કડાકા સાથે ₹1,44,550.00 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીના ભાવમાં મોટું ગાબડું
સોનાની સરખામણીએ આજે ચાંદીના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે તેમાં ઘણો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 04 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી ચાંદી ગઈકાલે ₹2,26,377.00 પર બંધ થઈ હતી, જે આજે સવારે નબળાઈ સાથે ₹2,26,368.00 પર ખુલી હતી. બજાર ખુલ્યા બાદ સતત નફાખોરી અને વેચવાલીના કારણે ચાંદી અગાઉના બંધ ભાવથી અંદાજે ₹2,961.00 (-1.31%) જેટલી તૂટીને હાલ ₹2,23,416.00 ના સ્તરે પહોંચી ગઈ છે. આજના કારોબારમાં ચાંદી ઘટીને ₹2,22,600.00 ના નીચલા સ્તર સુધી સરકી ગઈ હતી, જે દર્શાવે છે કે આજના ગાળામાં ચાંદીમાં કુલ ₹3,777 નો મોટો કડાકો નોંધાયો છે.
