Election/ આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાનાર 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ,

Top Stories
despeching aakhri op આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાનાર 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં તમામ બૂથ પર યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આજે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ (EVM) મશીનના ડિસ્પેચની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત દરેક શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં કેટલીક બાબતો ઊડીને આંખે વળગે એવી હતી જેમાં કયા શહેરમાં કયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

aakrioppolice આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

રાજકોટમાં 991મતદાન મથકો પર 4249 પોલીસ જવાનોનો બંદોબસ્ત

રાજકોટ મહાનગરપાલિકાની તા. ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં કુલ 991મતદાન મથકો પર મતદાન રહેશે. સંવેદનશીલ ૭૮ બિલ્ડિંગ અને તેના ૨૯૩ મતદાન મથકો પર પણ કડક બંદોબસ્ત રાખવામાં આવશે.છેલ્લા એક માસમાં રૂ. 17 લાખથી વધુની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો છે, તેમજ રૂ. ૩3 લાખથી વધુની રકમના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ચેક પોસ્ટ પરથી 68140 વાહનો ચેક કરવામા આવ્યા છે. ઉપરાંત જાહેરનામાની જોગવાઈ મુજબ લાઇસન્સ ધારક ઇસમોના હથિયાર જમા કરવામાં આવ્યા છે.ચૂંટણી ફરજ અને સ્થાનિક કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિવારણ માટે બંદોબસ્તની વિગત જોઈએ તો કુલ 1631 પોલીસ, એસઆરપીની 4 કંપનીની, 1418 હોમગાર્ડ, ટી.આર.બી. ના 800જવાનો મળી કુલ 4249 જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અન્વયે કુલ ૬ મતદાન કીટ ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર ખાતેથી 18 વોર્ડના મતદાન કેન્દ્રવાઇઝ મતદાન કિટના ડીસ્પેચીંગની પ્રક્રિયા કોવીડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને આજરોજ હાથ ધરાઇ,વિવિધ 17 ઝોનલ રૂટ પર આવેલ 143 મતદાન બુથ માટે મતદાન કીટ ડીસ્પેચીંગની કાર્યવાહિ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં-4 થી 6 માં ચુંટણી અનવયે કામગીરી કરનાર 615 જેટલા પોલીંગ સ્ટાફને આજરોજ મતદાન કીટ સાથે જે-તે રૂટ પરના મતદાન કેન્દ્ર ખાતે પહોંચાડવા કતારબંધ વાહનો પણ સેન્ટર ખાતે ગોઠવાયેલ છે.

aakhriop3 આજે 6 પાલિકાઓના ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ, ડિસ્પેચ સહિતની કામગીરીને અપાયો આખરી ઓપ

અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ,22,450નો ચૂંટણી સ્ટાફ સેવા આપશે.

અમદાવાદ શહેરમાં કુલ 16 સ્થળો પર કામગીરી માટે મશીનરી વહેંચણી પ્રક્રિયા માટે 3 વોર્ડમાં EVM મશીન પહોંચાડવામાં આવ્યા હતા.શહેરના 48 વોર્ડ માટે 16 રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપાઈ છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે 28 હજારથી વધુ પોલિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવાયો છે. અમદાવાદ મનપા માટે 4450 EVM અને 455 EVM ની વહેંચણી થશે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,450નો ચૂંટણી સ્ટાફ સેવા આપશે. આ ઉપરાંત રિઝર્વ ચૂંટણી સ્ટાફ મળી કુલ 28 હજારથી વધારેનો ચૂંટણી સ્ટાફ ઉપલબ્ધ રહેશે. સુરક્ષા માટે પોલીસનું દરેક પોલીંગ બૂથ પર ડિપ્લોયમેન્ટ થશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 46.22 લાખ મતદારો નોંધાયા છે.

સુરતમાં મતદાન માટે 3185 બુથ સાથે તંત્ર સજ્જ

સુરત મહાનગર પાલિકાના મતદાન માટે અધિકારીઓને EVMની ફાળવણી કરવામાં આવી છે. સુરતમાં મતદાન માટે 3 હજાર 185 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સુરત મનપાના 30 વોર્ડમાં 18 આરઓ ફરજ બજાવશે. જેમાં એક બૂથમાં અંદાજે 1 હજાર 32 મતદારો મતદાન કરશે. તો મતદાન માટે તાલીમ આપ્યા બાદ કર્મચારીઓને EVM મશીન સોંપવામાં આવ્યા છે. સાથે મતદાન માટે ફરજ માટે કર્મચારીઓને અલગ અલગ સ્થળોની ફાળવણી કરવામાં આવી છે. સાથે મતદાન પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય તેના માટે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.

વડોદરામાં દિવ્યાંગ મતદારો માટે 155 વ્હીલચેરની વ્યવસ્થા

વડોદરા મહાનગર પાલિકાના મતદાન માટે તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરવામાં આવી છે,  અહી પણ મતદાન માટે કર્મચારીઓને EVMની ફાળવણી કરાઈ છે. વડોદરા શહેર કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે. તમામ બૂથ પર PPE કીટ, સેનેટાઈઝર, ગ્લોઝ, માસ્ક સહિતની કીટ પહોંચાડાઈ છે. આ વિશે વડોદરાના કલેક્ટરે જણાવ્યું કે, ચૂંટણી માટે 4000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. તો દિવ્યાંગ મતદારો માટે 155 વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં કુલ 14.46 લાખ મતદારો મતદાન કરશે.

1076 યુનિટના ડિસ્પેચ માટે શહેરમાં 4 કેન્દ્રો પર વ્યવસ્થા

ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે 211 જેટલા ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 51 સહિત અન્ય પક્ષના ઉમેદવારો ચૂંટણી માટે મેદાને છે. મહાનગરપાલિકા ના 13 વોર્ડ ના 211 ઉમેદવારો માટે કુલ 469 મતદાન મથક તેમજ 538 ઇવીએમ અને કન્ટ્રોલ યુનિટ તેમજ બેલેટીંગ સહિત 1076 યુનિટના ડિસ્પેચ માટે શહેરમાં 4 કેન્દ્રો પર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…