Gujarat/ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ વિધાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 10000 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Top Stories Gujarat
રાજ્ય સરકાર દ્વારા આજ રોજ વિધાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 10000 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ વિધાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 10000 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કોરોના કાળબાદ લાંબા સમય બાદ ફરી એકવાર શાળાઓમાં વિધાર્થીઓનો ધમધમાટ ચાલુ થયો છે. અને શિક્ષકની ઘટને કારણે બાળકોના અભ્યાસ ઉપર કોઈ અસર ના પડે તેવા ઉમદા હેતુ સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી કહ્યું, કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે. આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે.

Surat / કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?

Temple / છત્તીસગઢના આ મંદિરના દર્શન કરવાથી મળે છે ચાર ધામની યાત્રાનું ફળ, ભગવાનના 3 રૂપમાં દર્શન થાય છે

જ્યોતિષશાસ્ત્ર / 23 માર્ચ સુધી ગુરુ રહેશે અસ્ત, આ 4 રાશિઓએ રાખવી પડશે સાવધાની, અશુભ પરિણામથી બચવા આ ઉપાયો

Life Management / બહેરો વ્યક્તિ પહાડ ચઢવાની પ્રતિયોગીતા જીતી ગયો, તેની જીતનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા