Rahul Gandhi London: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના લંડનમાં ભાષણને લઈને શાસક પક્ષે સંસદમાં હંગામો મચાવ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો સતત રાહુલ ગાંધીને લંડનમાં આપેલા ભાષણ માટે દેશની માફી માંગવા કહી રહ્યા છે. આ દરમિયાન આ સવાલનો જવાબ ખુદ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ‘મેં લંડનમાં કોઈ રાષ્ટ્ર વિરોધી ભાષણ આપ્યું નથી.’ શાસક ભાજપે ભારતમાં લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા લંડનમાં રાહુલ ગાંધીના ભાષણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને આ અંગે તેમની પાસેથી માફી માંગવાની માંગણી કરી છે.
જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવાના ભાજપના આરોપનો જવાબ આપશે? આના પર કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘જો તેઓ મને પરવાનગી આપશે તો હું ગૃહની અંદર બોલીશ.’ જણાવી દઈએ કે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધી બ્રિટનમાં તેમના ભાષણ માટે દેશની માફી માંગે જેને સરકારની ટીકા તરીકે જોવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે જે વ્યક્તિ આ દેશમાં સૌથી વધુ બોલે છે અને રાત-દિવસ સરકાર પર નિશાન સાધે છે તે વિદેશમાં કહે છે કે તેને ભારતમાં બોલવાની સ્વતંત્રતા નથી. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી ભલે કોંગ્રેસને ડુબાડી દે, પરંતુ તેમને દેશને નુકસાન પહોંચાડવાનો અને અપમાન કરવાનો અધિકાર નથી. જો કોઈ આવો પ્રયાસ કરશે તો દેશના નાગરિક તરીકે આપણે ચૂપ રહી શકીએ નહીં.
આ પણ વાંચો: Accident/ બારમાની પરીક્ષા આપીને ટુ-વ્હીલર પર નીકળેલા વિદ્યાર્થીને અકસ્માતઃ મહિલાનું મોત
આ પણ વાંચો: ક્યાંથી ભણશે ગુજરાત/ શક્તિસિંહના પ્રહારઃ શાળાઓમાં એડમિશન ન લેવાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
આ પણ વાંચો: પાટીદાર ઉદ્યોગપતિની હત્યા/ મુંબઈમાં પાટીદાર ઉદ્યોગપતિની ધોળે દહાડે હત્યાઃ હત્યારાઓ ગોળી ધરબી પલાયન