Accident/ બારમાની પરીક્ષા આપીને ટુ-વ્હીલર પર નીકળેલા વિદ્યાર્થીને અકસ્માતઃ મહિલાનું મોત

સાબરકાંઠા જિલ્લાના ખેડ તસિયામાં થયેલા બે ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થઈ ગયું છે, જ્યારે આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ ધોરણ-12ની પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

Top Stories Gujarat
Accident

સાબરકાંઠાઃ  શાળાએ ભણતા વિદ્યાર્થીઓને વાહન આપતા Accident માબાપને ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કમસેકમ તેના લીધે 18થી નીચે વયના બાળકોને સ્કૂલે વાહન આપતા પહેલા માબાપે ચેતવું જોઈએ. સાબરકાંઠા જિલ્લાના ખેડ તસિયામાં થયેલા બે ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થઈ ગયું છે, જ્યારે આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓ ધોરણ-12ની પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

ઘટનામાં ઘાયલ થયેલા બન્ને વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં Accident આવ્યા છે. જો આ બન્ને વિદ્યાર્થીઓ 18 વર્ષથી નાના હશે તો તે અંગે પણ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે. સાબરકાંઠાના ખેડ તસિયા રોડ પર બાઈક અને સ્કૂટર વચ્ચે થયેલા અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. બન્ને વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણેય જણા જમીન પર ફસડાઈ પડ્યા હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

ધોરણ-12ની પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ગંભીર રોડ Accident અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પછડાયેલી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. બનાવની જાણ થતાં રાહદારીઓ તથા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘાયલ થયેલા બન્ને વિદ્યાર્થીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં Accident આવ્યા છે. વિદ્યાર્થીઓને માથા સહિત શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ છે. બન્ને વિદ્યાર્થીઓમાં વાહન ચલાવનાર વિદ્યાર્થી વયસ્ક નહી હોય તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. બાળકોની 18 વર્ષની ઉંમર ના થઈ હોવા છતાં તેમને વાહનો આપવાની ભૂલ કરનારા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.

આ પણ વાંચોઃ ક્યાંથી ભણશે ગુજરાત/ શક્તિસિંહના પ્રહારઃ શાળાઓમાં એડમિશન ન લેવાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

આ પણ વાંચોઃ Helicopter Crashed/ અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, સર્ચ ઓપરેશન શરૂ

આ પણ વાંચોઃ પાટીદાર ઉદ્યોગપતિની હત્યા/ મુંબઈમાં પાટીદાર ઉદ્યોગપતિની ધોળે દહાડે હત્યાઃ હત્યારાઓ ગોળી ધરબી પલાયન