Not Set/ નિરવ મોદી બાદ વધુ એક માલ્યા આવ્યો સામે, રોટોમેક કંપનીનો માલિક ૫૦૦ કરોડનું ઉઠામણું કરી ગાયબ

કાનપુર, દેશની ટોચની બેંકોમાની એક પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના મહાઘોટાડાની શાખ હજી સુખાઈ નથી. ત્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ૫૦૦ કરોડ રૂપિયાનું વધુ એક બેંકિંગ કૌભાંડ સામે આવ્યુ છે. આ બેંકિંગ કૌભાંડના તાર બોલપેન બનાવતી રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી સાથે જાડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, […]

Top Stories
index 1 નિરવ મોદી બાદ વધુ એક માલ્યા આવ્યો સામે, રોટોમેક કંપનીનો માલિક ૫૦૦ કરોડનું ઉઠામણું કરી ગાયબ

કાનપુર,

દેશની ટોચની બેંકોમાની એક પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના મહાઘોટાડાની શાખ હજી સુખાઈ નથી. ત્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ૫૦૦ કરોડ રૂપિયાનું વધુ એક બેંકિંગ કૌભાંડ સામે આવ્યુ છે. આ બેંકિંગ કૌભાંડના તાર બોલપેન બનાવતી રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી સાથે જાડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ ૫ અલગ-અલગ બેંકો પાસેથી ૫૦૦ કરોડથી વધુ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ આ લોન ભરવાની સમય મર્યાદા પુરી થઈ છતા લોન ભરવામાં આવી નથી.

આ કૌભાડની ખાસ વાત એ છે કે, PNB ઘોટાડા સામેલ નીરવ મોદી ક્યાં છે તે માહિતી બહાર છે, તે જ રીતે રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી અત્યારે ક્યાં છે, તેની કોઈને માહિતી પ્રાપ્ત થઇ નથી.

માનવામાં આવી રહ્યુ છે કે, પંજાબ નેશનલ બેંકના ઘોટાડામાં જે રીતે નિયમોની ઐસી કી તૈસી કરવામાં આવી છે. તે જ રીતે આ મામલામાં પણ વિક્રમ કોઠારીને આટલી મોટી રકમની લોન આપવામાં આવી હતી. બીજી બાજુ લોનની ભરપાઈ ન થતા બેંક અધિકારીઓ પણ હાલ શંકાના દાયરામાં જણાઈ રહ્યા છે.

આ મામલા અંગે યુનિયન બેંકના મેનેજર પી કે અવસ્થીએ જણાવ્યુ હતું કે, વિક્રમ કોઠારી પર તેમની બેંકની ૪૮૫ કરોડની લોન બાકી છે. જ્યારે અલ્હાબાદ બેંકમાંથી ૩૫૨ કરોડની લોન લીધી છે.

મહત્વનુ છે કે, વિક્રમ કોઠારી ભારતની જાણીતી બ્રાંડ પાનપરાગના સ્થાપક એમ એમ કોઠારીના પુત્ર છે. પિતાના મૃત્યુ બાદ વિક્રમ કોઠારીએ સ્ટેશનરી બિઝનેસ શરુ કર્યો હતો અને રોટોમેક નામથી બોલપેન, સ્ટેશનરી અને ગ્રેટિંગકાર્ડ બજારમાં પગ મુક્યા હતા. જોત જોતામાં વિક્રમ કોઠારીની રોટોમેક કંપની ભારતમાં જાણીતી બ્રાન્ડ બની ગઈ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિક્રમ કોઠારીનુ ખાસ સમ્માન પણ કર્યુ હતું.