Not Set/ મુકેશ અંબાણીનું નવું સાહસ, વડોદરાના આ કંપની કરશે હસ્તગત

વડોદરા શહેરના આસોજ ખાતે આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટસ લિ. કંપનીના અસ્કયામતો (એસેટ્સ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હસ્તગત કર્યાં છે. કેમરોક ઇન્ડસ્ટ્રીઝના આસોજ ખાતે આવેલા પ્લાન્ટ અને મશીનરી તેમજ શહેરના રેસકોર્સ ખાતેના મેઘઘનુષ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓફીસને અલ્હાબાદ બેંક દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી અને આ અસ્કયામતોનું ઈ-ઓકશન ગત ૩૦ ઓગસ્ટના રોજ થયુ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ […]

Business

વડોદરા શહેરના આસોજ ખાતે આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટસ લિ. કંપનીના અસ્કયામતો (એસેટ્સ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હસ્તગત કર્યાં છે. કેમરોક ઇન્ડસ્ટ્રીઝના આસોજ ખાતે આવેલા પ્લાન્ટ અને મશીનરી તેમજ શહેરના રેસકોર્સ ખાતેના મેઘઘનુષ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓફીસને અલ્હાબાદ બેંક દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી અને આ અસ્કયામતોનું ઈ-ઓકશન ગત ૩૦ ઓગસ્ટના રોજ થયુ હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ કેમરોક લિ. ની વેચવા-નિકાલ કરવા માટે ૧૧ બેંકોનું વડપણ ધરાવતી અલ્હાબાદ બેંક દ્વારા યોજવામાં આવેલી ઈ-બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિજેતા જાહેર થઇ હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કાર્બન ફાઈબર-એફઆરપી (ફાઈબર રેનફોર્સમેન્ટ કોમ્પોઝિટ મટીરીયલ્સ) ના બિઝનેસમાં પ્રવેશવા માટે અને ભારતમાં વિશાળ અને વૃદ્ધિ પામતા બજારમાં અગ્રણીસ્થાન મેળવવાના હેતુથી આ ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો હતો.