stone pelting/ વડોદરામાં રામ મંદિર શોભાયાત્રામાં અસામાજીક તત્વો દ્વારા પત્થરમારો કરાયો

વડોદરાના પાદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ 10 જેટલી મહિલાઓને ઈજા થઈ હોવાનું…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 22T175912.590 વડોદરામાં રામ મંદિર શોભાયાત્રામાં અસામાજીક તત્વો દ્વારા પત્થરમારો કરાયો

Vadodara News: આજે સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વડોદરામાં આજે રામ મંદિરની શોભાયાત્રામાં અસામાજીક તત્વો દ્વારા પત્થરમારો કરાયો હતો.

વડોદરાના પાદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ 10 જેટલી મહિલાઓને ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ઘટનાની તપાસ શરૂ કરવાનું ચાલું કરી દીધુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠાથી સ્કૂટર રેલી નીકળી હતી. એક પછી એક ગામમાં ફરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભોજ ગામમાં પહોંચી હતી. જ્યાં  પથ્થરમારો થતાં 10 મહિલાઓને ઈજા થઈ હતી.  બાદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાંથી 2 મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી છે.

હાલ પથ્થરમારો શા માટે કરાઈ રહ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખેરાલુમાં પણ શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, 32 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ 15 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Temple LIVE/ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલ્લા, પ્રાણ પ્રતિષ્ઠાની દિવ્ય વિધિ પૂર્ણ,PM મોદીએ કરી પ્રથમ આરતી

આ પણ વાંચો:Rammandir Pran Pratishtha/રામ મંદિર અયોધ્યાઃ તમામ રેકોર્ડ તૂટ્યા, ઈતિહાસ રચાયો, છેલ્લા 24 કલાકમાં ગૂગલના ટ્રેન્ડમાં માત્ર રામ