મૂર્તિ/ કાશીમાંથી 100 વર્ષ પહેલા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ કેવી રીતે ચોરાઇ હતી,જાણો વિગતો

વિશ્વનાથ મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિને પવિત્ર કરવામાં આવી છે. આ મૂર્તિ, જે ભારતમાંથી ચોરાઈ હતી અને 100 વર્ષ પહેલાં કેનેડા લઈ જવામાં આવી હતી,

Top Stories India Trending
DEVI કાશીમાંથી 100 વર્ષ પહેલા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ કેવી રીતે ચોરાઇ હતી,જાણો વિગતો

પ્રબોધિની એકાદશી પર, વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિને પવિત્ર કરવામાં આવી છે. આ મૂર્તિ, જે ભારતમાંથી ચોરાઈ હતી અને 100 વર્ષ પહેલાં કેનેડા લઈ જવામાં આવી હતી, તે અન્નપૂર્ણા કોર્ટનો એક ભાગ બની ગઈ હતી. પ્રતિમાને ભારત પરત લાવવા માટે લાંબી ઝુંબેશ ચાલી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રીતે રસ દાખવ્યો હતો. આ પછી કેનેડા સરકારે પ્રતિમા ભારતના હાઈ કમિશનરને સોંપી. સોમવારે ધાર્મિક વિધિના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ મૂર્તિની એક રસપ્રદ વાર્તા છે જે વિશ્વના ધ્યાને આવી છે, પછી ભારતમાંચોરી થઈ,અને કેનેડા પહોંચી અને વર્ષો સુધી ગેરસમજ થઈ અને પછી ભારત પરત આવી.

તાજેતરમાં કેનેડામાં વર્લ્ડ હેરિટેજ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કલાકાર દિવ્યા મહેરા જ્યારે યુનિવર્સિટી ઓફ રેજિનાની મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં પ્રતિમા જોઈને ચોંકી ગઈ હતી. તેણે મૂર્તિનો અભ્યાસ શરૂ કર્યો. 1930ના દાયકાથી આ મૂર્તિને કેનેડામાં વિષ્ણુની પ્રતિમાની જેમ પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારે માતા અન્નપૂર્ણાની મૂર્તિમાં વિષ્ણુનું કોઈ પ્રતીક નથી, જેમાં એક હાથમાં ખીર અને બીજા હાથમાં ભોજન છે.આ વાત દિવ્યા મહેરાના ધ્યાનમાં આવતા તેમણે તમામ માહિતી અને સંશોધન હાથ ધર્યા હતા.અને અંતે તેમને સફળતા મળી હતી. તેમણે મૂર્તિની ઓળખ કરી હતી.

. કેનેડાના વકીલ અને આર્ટ કલેક્ટર નોર્મન મેકેન્ઝી 1913માં ભારત આવ્યા હતા. તેમની નજર વારાણસીમાં એક પથ્થરની મૂર્તિ પર ટકેલી હતી. નદી કિનારે એક નાનકડા મંદિરમાં રાખવામાં આવેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૃર્તિએ પણ હતી. મેકેન્ઝીએ તેમના ગાઈડને કહ્યું કે તેમને આ મૂર્તિ જોઈએ છે. જ્યારે ગાઇડે ના પાડી, ત્યારે તેમની વાતચીત સાંભળી રહેલા એક અજાણ્યા શખ્સે કહ્યું કે તે તેમના માટે મૂર્તિ લઇ આવશે અને તે વ્યક્તિએ મૂર્તિની ચોરી કરી અને મેકેન્ઝીને વેચી દીધી.

1936માં મેકેન્ઝીના મૃત્યુ પછી ચોરાયેલી પ્રતિમા યુનિવર્સિટી અને રેજિના સુધી પહોંચી હતી. યુનિવર્સિટીએ તેને વિષ્ણુની મૂર્તિ માનીને તેને પ્રદર્શિત કરવા મૂકી હતી. મૂર્તિના એક હાથમાં ખીર અને બીજા હાથમાં ચમચી છે. જ્યારે મહેરાએ મૂર્તિના ગેરકાયદેસર સંપાદનનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે યુનિવર્સિટીએ તેને પરત કરવાનું કહ્યું હતું. ભારતીય હાઈ કમિશને પગલાં લીધાં અને આ રીતે મૂર્તિને વારાણસી પરત કરવાનો માર્ગ મોકળો બન્યો હતો અને અંતે મૂર્તિ ભારત પરત લાવવામાં આવી છે.