આરોપ/ પ્રિયંકા ગાંધીના ઈન્સ્ટાગ્રામના આરોપ મામલે સરકારે જાણો શું કહ્યું….

પ્રિયંકા ગાંધી વાડ્રાના બાળકોનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક થયાની વાતને સરકારે નકારી કાઢી છે. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ પ્રકારનું કંઈ થયું નથી.

Top Stories India
priyanka ghandhi પ્રિયંકા ગાંધીના ઈન્સ્ટાગ્રામના આરોપ મામલે સરકારે જાણો શું કહ્યું....

સરકારે પ્રિયંકા ગાંધી વાડ્રાના બાળકોનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક થયાની વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ પ્રકારનું કંઈ થયું નથી. કોંગ્રેસ નેતાએ સરકાર પર તેમના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો આરોપ લગાવ્યો.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું નથી. પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે સરકાર તેના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી રહી છે.

મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેમના બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગના આરોપો અંગે પૂછવામાં આવતા પ્રિયંકાએ પાર્ટી ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ફોન ટેપિંગ બંધ કરો, મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ રહ્યા છે. સરકાર પાસે બીજું કંઈ નથી

સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકાર તેમના ફોન ટેપ કરી રહી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે તેમની વાતચીત સાંભળે છે. પ્રિયંકાએ પ્રયાગરાજમાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ સંમેલનમાં પણ કટાક્ષ કર્યો હતો.પ્રિયંકાએ કહ્યું હતું કે કોંગ્રેસના અભિયાન ‘બાલિકા હું, લડત શક્તિ હૂં’ના કારણે વડાપ્રધાને મહિલાઓ માટે કામ કરવું પડશે.