બેંગ્લુરુઃ કર્ણાટક પોલીસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને આઇટી સેલના વડા અમિત માલવિયાને સમન્સ પાઠવ્યા છે. વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કર્ણાટક પોલીસે આ સમન્સ પાઠવ્યા છે.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાને બેંગલુરુ પોલીસે પાર્ટીના કર્ણાટક યુનિટ દ્વારા કરવામાં આવેલી ‘વાંધાજનક પોસ્ટ’ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. બુધવારે બેંગલુરુમાં હાઈગ્રાઉન્ડ પોલીસના તપાસ અધિકારી દ્વારા નેતાઓને નોટિસ આપવામાં આવી હતી.
જેપી નડ્ડા અને અમિત માલવિયાને વીડિયોના સંબંધમાં બેંગલુરુ પોલીસ સમક્ષ હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
અગાઉ, તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ભાજપના કર્ણાટક એકમના વડા બીવાય વિજયેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કથિત રીતે કોંગ્રેસને અનામતની રાજનીતિમાં મુસ્લિમોની તરફેણ કરતી દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતમાં કળિયુગી નિષ્ઠુર પુત્રના લીધે માબાપની આત્મહત્યા
આ પણ વાંચો:ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા, અમિત શાહે કમલમમાં બેઠકોનો દોર ચલાવ્યો
આ પણ વાંચો:મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી
આ પણ વાંચો:અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન