Not Set/ મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

ઝીંઝુડા ગામના બે મકાનમાં દરોડા કરવામાં આવતા કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓને હાથ લાગ્યો હોવાની માહિતી મળી છે અને બે ઘરમાં દરોડા….

Top Stories Gujarat Others
ડ્રગ્સ

ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો ઉતારી દેશભરમાં તેની સપ્લાય કરી પાડોશી દેશ યુવા ધનને બરબાદ કરવાના નાપાક કાર્ય કરી રહ્યું છે જેમાં અગાઉ દ્વારકા જીલ્લામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ રવિવારે મોડી રાત્રીના મોરબીના ઝીન્ઝુંડા ગામમાં એટીએસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે ઘરમાંથી કરોડોના ડ્રગ્સ સાથે ચાર ઇસમોને ઝડપી લેવાયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચો : શું કોઈ માતા આટલી ક્રૂર હોઈ શકે? મહિલાએ પોતાની 18 દિવસની બાળકીને નદીમાં ફેંકી

સૌરાષ્ટ્રમાં ડ્રગ્સનો જથ્થો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને આ અંગે વિવિધ એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી જેમાં ગત રાત્રીના સુમારે મોરબી જીલ્લાના ઝીન્ઝુંડા ગામમાં મોડી રાત્રીના એટીએસ અને એસઓજી ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં ઝીંઝુડા ગામના બે મકાનમાં દરોડા કરવામાં આવતા કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓને હાથ લાગ્યો હોવાની માહિતી મળી છે અને બે ઘરમાં દરોડા કરી 120 કિલો ડ્રગ્સ જેની અંદાજીત કીમત 500 કરોડ થવા પામે છે તેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ચાર ઇસમોને દબોચી લઈને ટીમો રવાના થઇ હતી દ્વારકા જીલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા બાદ તપાસ ચલાવતા મોરબીનું કનેક્શન ખુલ્યું હોય જેથી મોરબીમાં પણ દરોડા કરવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :મહાનગરપાલિકાઓ બાદ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દુર કરવાની ધનરાજ નથવાણીની માંગ

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફિયાઓ સૌરાષ્ટ્રના વિવિધ દરિયાકાંઠા પર નશીલા દ્રવ્યો ઉતારી રહ્યા હોય અને ઝીંઝુડા ગામ પણ દરિયાકાંઠા નજીક આવેલ હોય જેથી ડ્રગ્સનો જથ્થો ત્યાં ઉતારી બાદમાં દેશના વિવિધ રાજ્યો સુધી પહોંચાડતા હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ

ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે , દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.

5 દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઈક કરવા બદલ પોલીસની કામગીરી વખાણી હતી… અને સાથે જ ડ્રગ્સ માફિયાઓને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે…

આ પણ વાંચો :સાવલીના મંજુસરના બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બે મહિલા પણ આરોપી

આ પણ વાંચો : જૈન ધર્મમાં નાની ઉંમરથી જ ત્યાગના સંસ્કાર, એક જ ‘ઘા’માં મેં મુખ્યમંત્રીપદનો કર્યો ત્યાગ : પૂર્વ CM રૂપાણી