સુરતમાં વધી રહેલી ગુનાખોરી હવે તમામ હદો વટાવી રહી છે. અને દિવસેને દિવસે અહીયા નવા પ્રકારના ગુનાઓ જોવા મળી રહ્યા છે. શહેરના ઉન પાટીયા વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો છે. તે બનાવ વિશે તમે સાંભળશો તો તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. અહીં એક જનેતાએ જ પોતાની 18 દિવસની બાળકીને નદીમાં ફેંકી દીધી અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું. જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચતા પોલીસે શંકાના આધારે તેની ઉલટતપાસ કરી હતી.
આ પણ વાંચો :બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય શાહીન શેખ સચીન GIDC પોલીસ મથકે પહોંચી હતી અને જણાવ્યું હતું કે તે સાંજે બાથરૂમ ગઈ હતી ત્યારે કોઈક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં સુવડાવેલી માત્ર 18 દિવસની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માત્ર 18 દિવસની બાળકીના અપહરણની વાત સાંભળી ચોંકેલી સચીન GIDC પોલીસે તરત તપાસ શરૂ કરી શાહીનની પુછપરછ હાથ ધરી હતી.
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પતિ હારૂન સાથે તકરાર થવાના કારણે તે અપસેટ થઈ ગઈ હતી. આ ઉપરાંત તેના માતા-પિતાએ પણ પતિ સાથેની તકરારનું સમાધાન કરાવવામાં મદદ કરવાની ના પાડી દીધી હતી જેના કારણે તે વધારે અપસેટ થઈ હતી.
છેવટે તેમાં તે ભાંગી પડી હતી અને જાતે જ હોપપુલ પરથી બાળકીને ફેંકી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.પણ પોલીસ અને ફાયર દ્વારા બાળકીની શોધખોળ કરવા છતાં ન મળતા માતાની વધુ તપાસ કરવામાં આવી હતી. ત્યાં આજે 14 નવેમ્બરે સવારે બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : 7 બાઇક સાથે રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
પણ જે રીતે આખી ઘટના સતત સામે આવી રહી જે પ્રમાણે બાળકીની હત્યા તેની માતા જ દ્વારા કરવામાં આવી જતો તે લાગે છે.પણ પોલીસ તપાસમાં જે ખુલે તે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે.
રાંદેર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે જિલાની બ્રિજ નીચેથી એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. થોડી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
આરોપી મહિલા એક વર્ષ અગાઉ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ પોતાના પ્રથમ પતિથી અલગ થઈ ગઈ હતી. બાદમાં તે ઉન્ન નગર વિસ્તારમાં રિક્ષાચાલક હારૂન સાથે રહેતી હતી. આ દરમિયાન તેણે તાજેતરમાં જ બાળકીને જન્મ આપ્યો હતો.
થોડા સપ્તાહ અગાઉ બંને વચ્ચે મતભેદો થયા હતા અને નાની-નાની વાતોમાં ઝઘડા થતાં હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાહિન પોતાના પિયર ગઈ હતી અને હારૂન વિશે ફરિયાદ કરી હતી. પરંતુ તેના માતા-પિતાએ તેને મદદ કરવાની ના પાડી દીધી હતી. પોતાને સહકાર ન મળતા રોષે ભરાયેલી સાહિન ત્યાંથી બ્રિજ પર ગઈ હતી અને ત્યાંથી બાળકીને નદીમાં ફેંકી દીધી હતી.
આ પણ વાંચો :સાવલીના મંજુસરના બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બે મહિલા પણ આરોપી
આ પણ વાંચો : સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે રોડનું કામ હાથ ધરાયું
આ પણ વાંચો :મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો,ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક
