દાહોદમાંથી રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. દાહોદ LCBએ લીમડીના દેપાડા પાસેથી બે યુવકોને દબોચી લીધા હતા. આ માથાભારે શખ્સોને અમદાવાદ શહેરના વાસણા, રામોલ, અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી સાત બાઈક સાથે ઝડપી લેવાયા હતા. આ યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ 4 બાઈક પણ જપ્ત કરવામા આવી છે.
બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ
આરોપીઓ રેસીંગ બાઈકની કરતા ચોરી
દાહોદ LCBએ આરોપીઓને ઝડપી લીધા
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી રેસીંગ બાઈકની ચોરીએ કરતી ગેંગએ તરખાટ મચાવ્યો હતો. દાહોદ એલ.સી.બી એ લીમડીના દેપાડા પાસે થી 2 યુવકોને ઝડપી પાડયા છે. આ યુવકો પાસેથી અમદાવાદ શહેરના વાસણા, રામોલ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ચોરાયેલી 7 બાઈકો મળી આવી છે.
ચોરી ની 7 બાઈક સાથે ઝાલોદ તાલુકા ના પારેવાના શૈલેશ ડામોર અને પડતીયા ના સુનીલ કટારાને પોલીસે જડપી પડ્યા છે. પોલીસે બન્ને ઘનિષ્ઠ પુછપરછમાં શૈલેશ ડામોરના ઘરે વેચાણ માટે રાખેલી અન્ય 6 બાઈકો પણ મળી આવી છે. બન્ને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક 4 જેટલી R15, અને 3 જેટલી બજાજ પલ્સર મળી આવી છે.
રેસીંગ બાઈક ની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગ ના મુખ્ય સુત્રધાર સહીત 2 ને ઝડપી પાડી 7 બાઈક સહીત કુલ 3,75,000/- ના મુદ્દામાલ ઝડપી પડ્યો છે.
જાફરાબાદ / બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ
સૈન્યમાં ‘સ્ત્રી’શક્તિ / સૈનિક શાળાઓમાં વિદ્યાર્થિની સંખ્યા વધી, સૈનિક શાળાઓમાં છોકરા-છોકરી સમકક્ષ
પાટણ / જૈન ધર્મમાં નાની ઉંમરથી જ ત્યાગના સંસ્કાર, એક જ ‘ઘા’માં મેં મુખ્યમંત્રીપદનો કર્યો ત્યાગ : પૂર્વ CM રૂપાણી
