Anjar News : અંજાર તાલુકાના મેઘપર બોરીચી અંડર પાસ પાસે ગત રોજ સાંજે સાત લાખની લુંટની બનેલી ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામા અવ્યો છે. ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગંભીર પ્રકારના મિલક્ત તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોઇ અને સરહદી રેન્જ, ભુજના મે.પોલીસ મહાનિરીક્ષક ચિરણ કોરડીયાના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ,ના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનનાપોલીસ સ્ટેશન વિસ્તારોમાં “સેફ ઈસ્ટ-કચ્છ કેમ્પેઇન” શરૂ કરાયું હતું.
જેમાં પુર્વ કચ્છ અલગ અલગ ટાઉન વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા તથા સી.સી.ટી.વી કેમરા ઉપર યોગ્ય સર્વેલન્સ ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી મિલકત સબંધી ગુનાઓ જેવા કે ધાડ, લૂંટ તથા ધરફોડ તેમજ શરીર સબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન અંજાર ડીવીઝનના થાણા અધિકારીઓને આપવામાં આવેલ હતુ.
દરમ્યાન જ ગઈ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજપુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં લૂંટનો બનાવ બનેલ અને ભોગ બનનાર અંજાર ખાતે બેન્કમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપાડી તેના શેઠને આપવા જતો હતો તે દરમ્યાન મેઘપર ગામ જતા પુલીયા નીચે જાહેર રસ્તા પર પહોચતા બે અજાણ્યા માણસો બાઈક પર આવી ભોગ બનના૨ની એક્ટીવાને લાત મારી પાડી દઇ એકટીવાની ડેકીમાં રાખેલ રૂપિયા ૭, ૦૦, ૦૦૦/- ની લુટ કરી નાસી ગયો હતો.
આ બનાવની ગંભીરતાને લઈપોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ નાઓએ તેમજ અંજાર પોલીસ ટાફન ટીમ સાથે બનાવ વાળી જગ્યાએ તાત્કાલીક પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ જોતા કોઇ ચોક્કસ હકિકત બનેલાનુ જણાય આવેલ નહિ. જેથી ભોગબના૨ ની સઘન તેમજ યુકતી પ્રયુક્તિથી પૂછપરછ દરમ્યાન તેની વાતો ગોળ ગોળ હોવાનું જણાતા ભોગબનાર પોતે જ સદર લુંટનો બનાવ ઉપજાવી કાઢ્યો હોવાનું જણાયું હતું. ઉપરાંતને લુંટમાં ગયેલ મુદામાલ તેના મિત્ર નાગપાલસિંહ ઉર્ફે બાચુ વિક્રમસિંહ ચુડાસમા રહે મેઘપર બોરીચી વાળાને બોલાવી સદર મુદામાલ તેઓને રાખવાઆપ્યો હતો.
ઉપરોક્ત હકિકતની જાણ તેના મિત્રને કરેલ નહિ તેવી વાત જણાવી ભોગ બનનાર આરોપીએ ગુનાની કબુલાત આપેલ હોઇ જેથી તેના વિરૂધ્ધ કાયદેરાની કાર્યવાહી કરી તેના મિત્ર પાસેથી તમામ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વારસદારોને રેકોર્ડ પર લાવવા બે સોગંદનામાને લઈને ગુજરાત હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત
આ પણ વાંચો: રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાનાં શ્લોક મુદ્દે PIL,ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખ
