Vadodara News:વિચારો કોઈ એક વ્યક્તિ ઘરેથી લગ્નમાં જવાનું કહીને બહાર જાય અને પછી ક્યારેય ઘરે પાછો જ ન ફરે તો? આવી જ એક ઘટના વર્ષો પહેલા બની હતી આશરે 30 વર્ષ પહેલા મહેશ (નામ બદલ્યું છે) નામનો એક વ્યક્તિ “હું લગ્નમાં જાઉં છું” એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે ઘરે પરત ફર્યો ન હતો તેની પત્ની અને પરિવારે તેને બધે શોધ્યો પણ તે ના મળ્યો. છેલ્લે થાકીને તેમને . મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. વર્ષો વિત્યા પછી આશરે 10 વર્ષની તપાસ પછી, 2001 માં પોલીસે મહેશ ભાઈને ગુમ જાહેર કરતો સત્તાવાર અહેવાલ જારી કર્યો.
પરિવારને મિલકતના વારસા માટે મૃત્યુ પ્રમાણપત્રની જરૂર હતી. જ્યારે શર્મિષ્ઠાએ પોલીસ રિપોર્ટ રજૂ કર્યો,ત્યારે સરકારી અધિકારીઓએ તેને અમાન્ય ગણાવ્યું અને તેમને મૃત્યુ પ્રમાણપત્ર આપવા કહ્યું.પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ મરણ શાખાએ કોર્ટના (Civil Court) આદેશ વિના પ્રમાણપત્ર જારી કરવાનો ઇનકાર કર્યો.અંતે, 2025 માં, તેની પત્નીએ વડોદરા સિવિલ કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સૂટ દાખલ કર્યો.

પરંતુ ત્યાં પણ સુનાવણી દરમિયાન, બચાવ પક્ષે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો, જ્યાં અરજદારના વકીલે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 108 ટાંકીને મજબૂત દલીલ કરી હતી. કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ કે તેથી વધુ સમયથી ગુમ હોય અને તેના નજીકના સંબંધીઓએ તેમને જોયા કે સાંભળ્યા ન હોય, તો તેમને કાયદેસર રીતે મૃત ગણી શકાય છે.
વડોદરા સિવિલ કોર્ટે (Civil Court) મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવાનો આપ્યો આદેશ
આ દલીલો સાંભળીને કોર્ટે (Civil Court) નોંધ્યું કે આ કેસમાં 35 વર્ષ વીતી ગયા છે. ન્યાયાધીશે કરુણા દર્શાવતા, મહિલાની અરજી સ્વીકારી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજિસ્ટરમાં જરૂરી એન્ટ્રી કરવા અને તેને સત્તાવાર મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવાનો આદેશ આપ્યો.
આખરે આ મહિલાની 30 વર્ષથી વધુની કાનૂની લડાઈનો સુખદ અંત આવ્યો છે. અને વડોદરા સિવિલ કોર્ટે (Civil Court) 1991 થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા તેના પતિને “સિવિલ ડેથ” જાહેર કર્યો છે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનને મૃત્યુનું પ્રમાણપત્ર દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ નિર્ણયથી છેલ્લા 35 વર્ષથી માનસિક રીતે પીડાતા પરિવાર માટે મિલકતનો વારસો મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
જ્યારે સાત વર્ષ સુધી કોઈ વ્યક્તિનો કોઈ પત્તો ન મળે, ત્યારે તે વ્યક્તિને કાયદેસર રીતે મૃત જાહેર કરવામાં આવે છે. આ નિયમનો મુખ્ય હેતુ આવા કેસોમાં બાકી રહેલા વારસા અથવા કાનૂની કાર્યવાહીને કાયદેસર રીતે પૂર્ણ કરવાનો છે. જે ભારતીય પુરાવા અધિનિયમ મુજબ માનવમાં આવે છે.
આ પણ વાંચો:એક કારકુની ભૂલથી નિઃસંતાન દંપતીનો 13 વર્ષનો ન્યાય સંઘર્ષ, સિવિલ કોર્ટે જન્મ રેકોર્ડ રદ કર્યો
આ પણ વાંચો:માનવ અધિકાર આયોગ ખાનગી સિવિલ વિવાદો ઉકેલવાનું મંચ નથી: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસ હવેથી સિવિલ નહી ક્રિમિનલ કેસ ગણાશે
