Gandhinagr News/ ગાંધીનગરના પાલજમાં પ્રગટી ગુજરાતની સૌથી મોટી હોળી, અંબાલાલ પટેલે કરી સારા ચોમાસાની આગાહી

ગાંધીનગરના પાલજ (Palaj) માં 700વર્ષ જૂની પરંપરા મુજબ ૩૫ ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી. અંબાલાલ પટેલે હોળીની ઝાળ પરથી સારા ચોમાસાની આગાહી કરી છે.

Top Stories Gandhinagar Gujarat
Gandhinagar Palaj Holika Dahan

Gandhinagar Palaj Holika Dahan: રાજ્યભરમાં આજે રંગો અને આસ્થાના પર્વ હોળીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શેરીએ-શેરીએ હોલિકા દહન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક હોળી પ્રગટાવવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. આ દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હોળીની ઝાળ જોઈને ખેડૂતો માટે ખુશખબર આપી છે.

Palaj : 700 વર્ષ જૂની પરંપરા, 35 ફૂટ ઊંચી હોળી

ગાંધીનગરના પાલજ ગામની હોળી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, જ્યાં છેલ્લા 700 વર્ષથી એક વિશિષ્ટ અને ઐતિહાસિક પરંપરા ચાલી આવે છે. ગામલોકો દ્વારા અહીં આશરે 35 ફૂટ જેટલી જંગી હોળી તૈયાર કરવામાં આવે છે, જેને ગુજરાતની સૌથી મોટી હોળી માનવામાં આવે છે. મહાકાળી માતાના પૂજન-અર્ચન બાદ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આ હોળી પ્રગટાવવામાં આવે છે અને આ ભવ્ય દ્રશ્ય નિહાળવા માટે દૂર-દૂરથી લોકો અહીં ઉમટી પડે છે.

Gandhinagar Palaj Holika Dahan

અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હોળીની ઝાળ અને પવનની દિશા પરથી આગામી વર્ષ અને ચોમાસાનો વરતારો જોવાની એક જૂની પરંપરા છે. આ પ્રથા અનુસાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીના વરતારા પરથી આગાહી કરતા જણાવ્યું છે કે હોળીના પવન અને જ્વાળાની દિશા પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે આગામી ચોમાસું રાજ્ય માટે ખૂબ જ સારું રહેશે. આ આગાહી ખેડૂતો માટે મોટી રાહત સમાન છે, કારણ કે સારો વરસાદ થવાને લીધે ખેતીમાં ઉત્પાદન સારું મળશે અને પાણીની સમસ્યામાં પણ ઘટાડો થશે.

ભક્તોનું ઘોડાપૂર અને પોલીસ બંદોબસ્ત

પાલજમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જાણે કીડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ નિયંત્રણમાં રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્ર ગ્રહણ…શું હોળીની પૂજા પર અસર કરશે? જાણો સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?

આ પણ વાંચો: હોળીના અવસરે મહેમાનો માટે બનાવીને રાખો ફ્રુટ કસ્ટર્ડ…મસ્ત મજાની રેસિપી!

આ પણ વાંચો: હોળીના રંગોમાં ભંગ ન પડે તે માટે આંખોની કાળજી રાખવી છે જરૂરી, અપનાવો આ સરળ ટિપ્સ