Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી, નાગરિકોને પાઠવી શુભેચ્છા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર સ્થિત માનવમંદિર ખાતે વૈદિક હોળીના દર્શન કર્યા અને રાજ્યના નાગરિકોની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.

Top Stories Ahmedabad Gujarat
CM Bhupendra Patel Holi Celebration in Ahmedabad

CM Bhupendra Patel Holi Celebration in Ahmedabad: હોળીના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં નાગરિકો સાથે હોળી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ મેમનગર સ્થિત પ્રસિદ્ધ માનવમંદિર ખાતે આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ રાજ્યના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Ahmedabad: પર્યાવરણલક્ષી ‘વૈદિક હોળી‘ ના દર્શન

આ વર્ષે માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી વિશેષ ‘વૈદિક હોળી‘ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પરંપરાગત વિધિ મુજબ હોળીનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ હોળીની પરિક્રમા કરી રાજ્યના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ માંગ્યા હતા.

CM Bhupendra Patel Holi Celebration in Ahmedabad

મુખ્યમંત્રીનો સંદેશ: “રાગ-દ્વેષ ભૂલી એકતાનો રંગ લગાવો”

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “હોળી એ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. આ તહેવાર આપણને રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. માનવમંદિર ખાતે વૈદિક હોળી પ્રગટાવીને પર્યાવરણ પ્રત્યે જે જાગૃતિ દર્શાવવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે.”

ભક્તો સાથે કરી શુભેચ્છાઓની આપ-લે

હોળી પૂજન બાદ મુખ્યમંત્રીએ માનવમંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે ત્યાં ઉપસ્થિત સ્થાનિક નગરજનો અને ભાવિક ભક્તો સાથે મુલાકાત કરી હતી અને સૌને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, AMTS ચેરમેન ધરમશીભાઈ દેસાઈ સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: ફ્લેટમાં ચાલતું હતું મિની ઝૂ! અમદાવાદના નવરંગપુરામાં વિદેશી પ્રાણીઓનું ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટ ઝડપાયું

આ પણ વાંચો: અમદાવાદમાં પિતા-પુ્ત્ર, ભત્રીજા પર તલવાર-લોખંડની પાઇપથી હુમલો

આ પણ વાંચો: અમદાવાદમાં PCBનો દરોડો, સરદારનગરમાંથી 333 વિદેશી બિયર ટીન જપ્ત