Ahmedabad News/ અમદાવાદમાં પિતા-પુ્ત્ર, ભત્રીજા પર તલવાર-લોખંડની પાઇપથી હુમલો

અમદાવાદમાં જાણે માફિયા(Mafia)નું રાજ પ્ર્વર્તતુ હોય તેવી સ્થિતિ છે. સોસાયટીના ચેરમેનના પુત્રોએ માફિયાની જેમ વર્તન કરતાં સોસાયટીના જ સભ્યને અને તેના સંતાન તથા ભત્રીજાને માર્યા હતા.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Mafiaનું જાણે અમદાવાદમાં રાજ, ત્રણ જણ પર હુમલો

Ahmedabad News: આજે તો જીવતા છોડ્યા છે, પરંતુ હવે અમારું નામ લેશો તો હવે ફરીથી જીવતા નહીં છોડીએ, આ શબ્દો કંઈ ગુજરાતી ફિલ્મનો સંવાદ નથી પરંતુ અમદાવાદ (Ahmedabad) ના જ નાના ચિલોડા (Nana Chiloda) માં આવેલી કેસર સોસાયટી(Kesar Society) ના ચેરમેન દીપક ચૌહાણ (Dipak Chauhan) અને તેમના પુત્ર તથા તેમના સાગરિતોના પુત્રોના શબ્દો છે. અમદાવાદના ચિલોડાની કેસર સોસાયટીના ચેરમેન દીપક ચૌહાણ અને તેમના પુત્રો તથા મિત્રોનું સોસાયટીના સભ્યો સાથેનું વર્તન માફિયાઓ (Mafia) ને પણ ટપી જાય તેવું હતું. આ જોતાં કેસર સોસાયટીમાં માફિયા રાજ ચાલે છે તેવું જ કહી શકાય.

અમદાવાદમાં માફિયારાજ (Mafia)

અમદાવાદના (Ahmedabad) નાના ચિલોડામાં બનેલા બનાવમાં સોસાયટીના ચેરમેનના પુત્રોએ જાણે માફિયા (Mafia) હોય તેવો કહેર વર્તાવ્યો હતો અને ચાર જણાને લોખંડની પાઇપ અને તલવારોના પ્રહારથી લોહીલુહાણ કરી દેતા જાણે લોહીની નદીઓ અહીં વહેવાની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ જોઈને એમ જ લાગે કે અમદાવાદે હવે જાણે યુપી-બિહારને પણ પાછળ પાડી દેવાની હોય તેવી રેસ શરૂ કરી દીધી લાગે છે.

ગલીએ-ગલીએ અસામાજિક તત્વો

પહેલાં તો આખા શહેરના માફિયા રહેતા હતા, પણ હવે અમદાવાદ(Ahmedabad) માં જાણે ગલીએગલીએ માફિયા અને અસામાજિક તત્વો ફૂટી નીકળ્યા છે. કોઈને કાયદાની કોઈ પરવા રહી નથી. અમદાવાદમાં છરી, તલવાર અને લાકડાના દંડા જેવા શસ્ત્રો પર પ્રતિબંધ હોવા છતાં પણ શસ્ત્રો વડે મારામારીના બનાવ વધી રહ્યા છે. નાના ચિલોડામાં બનેલી ઘટનામાં ચેરમેન અને તેના સહિત ચાર લોકોએ તલવાર વડે મારામારી કરી હતી. તેમા બેને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસે (Naroda Police) ગુનો નોંધી આખી કાર્યવાહી હાથ ધરી છે.

Mafiaનું  જાણે અમદાવાદમાં રાજ, ત્રણ જણ પર હુમલો
Mafiaનું જાણે અમદાવાદમાં રાજ, ત્રણ જણ પર હુમલો

સોસાયટીના ચેરમેનની ગુંડાગીરી

ફક્ત સોસાયટીના ચેરમેનને સોસાયટી સાથે વાત કરવી જાણે ગુનો બની ગયો હોય તેવી વાત છે. નાના ચિલોડાના ન્યુ શાહીબાગ વિસ્તારમાં આવેલી કેસર વાટિકા સોસાયટીમાં ચાર જણાએ પિતા-પુત્ર સહિત ત્રણને માર મારીને સોસાયટીમાં તેમના ગુંડારાજ (Gundaraj) નું પ્રદર્શન કર્યુ હતુ. સોસાયટીના ચેરમેન સોસાયટીના લોકોની ફરિયાદ સાંભળવાના બદલે આ રીતે મારામારી પર ઉતરી આવે તો પછી સોસાયટીના સભ્યો ક્યાં જાય.

કેસરવાટિકામાં માણસો ‘વટાયા’

કેસરવાટિકા સોસાયટીમાં રહેતા રસિકભાઈના પત્ની સોસાયટીના ચેરમેન દીપકભાઈ સાથે સોસાયટી સાથે વાત કરી રહ્યા હતા. તેના પગલે પછી રાત્રે રસિકભાઈ અને તેમનો દીકરો આર્યન દીપકભાઈને ત્યાં વાત કરવા ગયા હતા, પરંતુ તેઓ ઘરે ન હતા. તેના પછી દીપકભાઈના ઘરેથી નીકળીને રસિકભાઈ અને તેમનો પુત્ર આર્યન સિક્યોરિટીની કેબિન પાસે ઊભા હતા. તે સમયે દીપકભાઈનો દીકરો જય અને સોસાયટીમાં રહેતા વિજયભાઈનો દીકરો કેતન ત્યાં આવ્યા હતા. તે બંનેએ દીપકભાઈ અંગે કેમ ફરિયાદ કરવા આવ્યા તેમ કહી ગાળાગાળી કરી હતી અને પછી મારામારી કરવા માંડ્યા હતા.. તેઓ રસિકભાઈ અને આર્યનને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન વિજયભાઈ ક્યાંકથી તલવાર લઈ આવ્યા હતા અને તલવાર મારી હતી. આર્યનને કેતને તલવાર મારતા તેને લોહી વહેવા લાગ્યું હતું.

આના પગલે સોસાયટીવાળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રસિકભાઈના ભત્રીજા અનિલને પણ તેઓએ માર્યો હતો. પાછા જતાં જતા તલવાર અને પાઇપ બતાવીને ધમકી આપી હતી. આમ અમદાવાદ દિનપ્રતિદિન વધુને વધુ હિંસક બની રહ્યું છે. લોકો વાતવાતમાં એકબીજા પર હુમલો કરીને જાણે કાયદો અને વ્યવસ્થાને વિસારે પાડી દીધી હોય તેવી રીતે વર્તવા લાગ્યા છે. E આ પહેલા અમદાવાદના  શાહપુર વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી ફરી એકવાર સામે આવી હતી. જૂની અદાવતને લઈ કેટલાક લોકો દ્વારા એક મહિલાને લાકડાના ડંડાથી માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ, હુમલાનો ભોગ બનેલી મહિલા પોતાના વિસ્તારમાં રોજિંદા કામકાજ માટે બહાર નીકળી હતી ત્યારે આરોપીઓએ રસ્તામાં તેને અટકાવી લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. જૂના વિવાદ અને અદાવતના કારણે આ હુમલો કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હુમલામાં મહિલાને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


આ પણ વાંચો:  Ahmedabad : દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો

આ પણ વાંચો:  અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો

આ પણ વાંચો:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં મારામારી