Surendranagar News/ હોળીના શુભેચ્છાઓ અને આમંત્રણના નામે સાયબર ઠગાઈનો ખતરનાક ખેલ, નાગરિકોને ચેતતા રહેવું પડશે

સાઈબર ક્રાઈમ કરનાર આરોપીઓ લોકોને હોળીની શુભેચ્છાઓ અને આમંત્રણો મોકલે છે, જેમાં એક ક્રેક .apk ફાઇલ હોય છે, લિંક ખોલતાની જ સાથે ડાઉનલોડ કરતા બધો ડેટા તેની પાસે પહોંચી જાય છે.

Top Stories Gujarat Others
Yogesh Work 2025 03 13T211612.996 હોળીના શુભેચ્છાઓ અને આમંત્રણના નામે સાયબર ઠગાઈનો ખતરનાક ખેલ, નાગરિકોને ચેતતા રહેવું પડશે

Surendranagar News : સુરેન્દ્રનગર હોળીના રંગોની મોસમમાં, સાયબર ગુનેગારોએ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનું એક નવું અને ખતરનાક શસ્ત્ર શોધી કાઢ્યું છે. સુરેન્દ્રનગરમાં હોળીના આમંત્રણના નામે એક વ્યાપક સાયબર ઠગાઈનું નેટવર્ક ફેલાયું છે, જેમાં અસંખ્ય લોકો ભોગ બન્યા છે.

આ ઠગાઈમાં આરોપીઓ લોકોને વોટ્સએપ દ્વારા હોળીની શુભેચ્છાઓ અને આમંત્રણો મોકલે છે, જેમાં એક દૂષિત .apk ફાઇલ હોય છે. ગુનેગારો વોટ્સએપ પર હોળીના આમંત્રણના નામે સંદેશા મોકલે છે. તે લિંકમાં એક .apk ફાઇલ જોડાયેલી હોય છે. આ ફાઇલ સામાન્ય રીતે લગ્ન, જન્મદિવસ અથવા અન્ય કોઈ સામાજિક પ્રસંગના આમંત્રણ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ ફાઇલને ડાઉનલોડ કરે છે, ત્યારે તેમના ફોનમાં એક ગુપ્ત સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. આ સોફ્ટવેર ફોનના તમામ ડેટાને ગુનેગારો સુધી પહોંચાડે છે. સાયબર ક્રાઈમના જૈનમભાઈએ જણાવ્યું કે, હાલમાં .apk ફાઈલની છેતરપિંડીના બનાવો વધી રહ્યા રહ્યા છે.

વધુમાં, આ આરોપીઓ ફોનબુક, ગેલેરી, બેંક એકાઉન્ટની વિગતો, OTP અને અન્ય સંવેદનશીલ માહિતી ચોરી લે છે. આ માહિતીનો ઉપયોગ કરીને તેઓ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે, પરિચિતો પાસેથી પૈસાની માંગણી કરે છે અથવા અંગત ફોટા અને વિડિયોનો દુરુપયોગ કરીને બ્લેકમેલ કરે છે. સુરેન્દ્રનગરમાં આ પ્રકારના અનેક કેસો નોંધાયા છે, જે દર્શાવે છે કે આ સાયબર ઠગાઈ કેટલી વ્યાપક છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે. સાયબર ક્રાઈમના અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની અને અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતી .apk ફાઇલોને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે.

અજાણ્યા નંબર પરથી આવતા કોઈપણ સંદેશાને ખોલતા પહેલાં સાવચેત રહો. કોઈપણ અજાણી .apk ફાઇલને ડાઉનલોડ કરશો નહીં. તમારા ફોનને ઓટો ડાઉનલોડ મોડ પર ન રાખો. તમારા ફોનમાં એક વિશ્વસનીય એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. જો તમને કોઈ સંદેહાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તરત જ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરો. જો તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય, તો તરત જ ફોનને ફોર્મેટ કરો.

સુરેન્દ્રનગર પોલીસ આ ઘટનાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને લોકોને સાયબર ગુનેગારોથી બચવા માટે જાગૃત કરી રહી છે. પોલીસ લોકોને અપીલ કરે છે કે તેઓ સાવચેત રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરે. આ સાયબર ઠગાઈથી બચવા માટે જાગૃત રહેવું અત્યંત જરૂરી છે. તમારી સતર્કતા અને સાવચેતી તમને અને તમારા પરિવારને આ પ્રકારની છેતરપિંડીથી બચાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી