Ahmedabad/ ચૂંટણી પહેલા 16 લાખના MD ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડતું ગુજરાત ATS

ચૂંટણી પહેલા 16 લાખના MD ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડતું ગુજરાત ATS

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ. 

ગુજરાત ATS અને વડોદરા SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 16 લાખ ના મળ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઇન્દોરથી ડ્રગ લાવી વડોદરામાં સપ્લાય કરવાના હતા. હાલ મુખ્ય આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ATS ને માહિતી મળી હતી કે વડોદરામાં 2 લોકો MD ડ્રગ લઈને આવી રહ્યાં છે જેથી તે માહિતીના આધારે ATSની ટિમ અને વડોદરા SOG ની ટિમ કામે લાગી ગઈ..વડોદરાના સયાજીગંજ પાસેથી 2 લોકોને 163 ગ્રામ MD ડ્રગ સાથે પકડી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી..પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી અમાન શેખ અને મોહમ્મદ રિઝવાન ખાન ઇન્દોરથી આ ડ્રગ લઈને આવ્યા હતા અને આ બન્ને તો માત્ર પેડલર હોવાનું સામે આવ્યું છે.

ATS દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને આરોપીઓને ઇન્દોરના આમીરખાન લાલા નામના ડ્રગ માફિયાએ આ ડ્રગ લઈને ગુજરાતમાં મોકલી આપ્યા હતા અને આ ડ્રગ વડોદરા ખાતે એસ.ટી ડેપો બહાર કોઈ લાલ ટી શર્ટ અને માથે કાળી ટોપી પહેરીને અને જેના ટી-શર્ટમાં સફેદ અક્ષરમાં M લખેલુ હોય તેને આ ડ્રગ આપવાનું હતું.પરંતુ તે ડ્રગ સપ્લાય થાય તે પહેલાં આરોપીઓ પકડાઈ ગયા છે.

હાલ તો આ ડ્રગ મામલે 2 આરોપીઓની ધરપકડ થઈ અને વડોદરા SOG ની ટિમ તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં સામે આવશે કે આ ડ્રગ વડોદરામાં કોણ લેવાનું હતું અને ઇન્દોરનો ડ્રગ માફિયા આમીરખાન કોણ છે અને કેટલા સમય થી ડ્રગનો વેપાર કરી રહયો છે.

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ….