ગુજરાત/ રાજયમાં કાતિલ ઠંડીનો માર, ઉત્તરાયણ બાદ 16 થી 18 જાન્યુ.માવઠાની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.

Gujarat

રાજ્યની જનતા પર આગામી દિવસોમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદ એમ મોસમનો બેવડો માર પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. તો ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થતા તુરંત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની મુસીબત ત્રાટકી શકે છે.

ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.

આ  પણ  વાંચો:રાજકોટ /એસ્કેલેટરની સુવિધા સાથેનું સૌરાષ્ટ્રનું પ્રથમ રાજકોટનું રેલવે સ્ટેશન બન્યું…

હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
આ સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટિઝન્સ સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રિકોશન્સનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

આ  પણ વાંચો:તહેવાર /દાહોદમાં બાળકનાં ગળાનાં ભાગે આવી પતંગની દોરી, 30 જટેલા આવ્યા ટાંકા…

હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લુ માવઠુ હજુ બે દિવસ પહેલાજ ગયુ છે. ત્યા ફરીએકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.