રાજકોટ/ એસ્કેલેટરની સુવિધા સાથેનું સૌરાષ્ટ્રનું પ્રથમ રાજકોટનું રેલવે સ્ટેશન બન્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે મંત્રાલય તરફથી રાજકોટના પેસેન્જર્સને મહત્તમ સુવિધા મળે તે હેતુથી અનેક નવી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે

Gujarat Rajkot

રાજકોટ રેલવે જંકશન ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે રૂ. 23.36 કરોડના ખર્ચે પ્રજાલક્ષી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક એક્સલરેટર, લિફ્ટની સુવિધા, રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, કોચ ઇન્ડિકેટર સિસ્ટમ જેવી અધ્યતન સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ  પણ  વાંચો:usiness / વોશિંગ મશીન, ફ્રિજના ભાવમાં 10%સુધીનો વધારો ઝીંકાઈ શકે છે, ખરીદવાની યોજના છે, તો જલ્દી કરો,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે મંત્રાલય તરફથી રાજકોટના પેસેન્જર્સને મહત્તમ સુવિધા મળે તે હેતુથી અનેક નવી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે તેમજ પ્રવર્તમાન સુવિધાઓનું નવીની કરણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ પુરજોશમાં કરાઈ રહ્યું છે. જેથી રાજકોટને તેનો મહત્તમ લાભ મળે.

આ પણ વાંચો:Business / હવે મુકેશ અંબાણીએ ખરીદી છે આ આલીશાન હોટેલ, એક રૂમનો ચાર્જ 10 લાખથી વધુ!

રાજકોટ રેલવે જંકશન ખાતે પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ. 4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા, રૂ. 12.45 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ. 3.28 કરોડના ખર્ચે ક્વિક વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 2 ઉપર સરક્યુલેટીંગ એરિયામાં રૂ. 1.20 કરોડના ખર્ચે મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં. 2 ઉપર રૂ. 1.01 કરોડના ખર્ચે કવર શેડ લગાવવામાં આવ્યો છે