Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલી એક ખાનગી સુપર માર્કેટમાંથી લેવામાં આવેલા પતંજલિ ગાયના ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા છે. આ મામલે ફૂડ વિભાગે સુપર માર્કેટના સંચાલક, માલિક, વિક્રેતા સહિત 13 જેટલા લોકો સામે કાર્યવાહી કરી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઘીના સેમ્પલ એક વર્ષ પહેલા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.તાજેતરમાં આવેલા રિપોર્ટમાં નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાવતાં અધિક કલેક્ટરે સુપર માર્કેટ, ઘી સપ્લાયર, પતંજલિ ઘી ઉત્પાદક સહિત 13 જણા સામે કાર્યવાહી કરીને રૂ. 2.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઘી સપ્લાયર અને પતંજલિ ઘી ઉત્પાદક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળે તે માટેની લોકોની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: અંબાજીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ, આરોગ્ય વિભાગે 180 ઘીના ડબ્બા કર્યા હતા સીઝ
આ પણ વાંચો: બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો
