Not Set/ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે પંજાબમાં ઓલ ઇઝ નોટ વેલ…..

હરિશ રાવતની ટિપ્પણી ચંદીગઢમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ સાથે અલગ બેઠક બાદ આવી છે

Top Stories
હરિશ

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં બધુ બરાબર નથી. જોકે, તેમણે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી છે અને કહ્યું કે  તમારાથી છુપાવવા માંગતો નથી પણ  પંજાબ કોંગ્રેસમાં બધુ બરાબર નથી. સરકારે કેટલાક ખૂબ સારા કામ કર્યા છે જેની પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી છે.

હરીશ રાવતની ટિપ્પણી ચંદીગઢમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ સાથે અલગ બેઠક બાદ આવી છે,ઉલ્લેખનીય છે  કે હરીશ રાવતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો ન બદલવાના હાઈકમાન્ડના નિર્ણયથી અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓને જાણ કરી હતી.

રાવતે કહ્યું કે તેમણે નવજોત સિદ્ધુ સાથે પંજાબમાં સંગઠનના વિસ્તરણ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી છે. તે જરૂરી નથી કે દરેક વ્યક્તિ સમાન વિચારો ધરાવે છે. તે ઘણા મુદ્દાઓ પર અલગ હોઈ શકે છે,તેમણે વધુમાં કહ્યું કે  ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે કેબિનેટ ફેરબદલ અંગે અમરિંદર સિંહ સાથે તેમની કોઈ વાતચીત થઈ નથી, ‘મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. મેં કેપ્ટન અમરિંદર સિંહ સાથે કોઈ વાતચીત કરી નથી.

તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રીને બદલવાની માંગ કરનાર ચાર કેબિનેટ મંત્રીઓમાં સુખબિન્દર સિંહ સરકારિયા અને ચરણજીત સિંહ ચન્નીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે તેમણે વચનો પૂરા ન કરવા પર મુખ્યમંત્રીનો વિશ્વાસ ગુમાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હરીશ રાવતે કેપ્ટન અમરિંદર સિંહને કહ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ આ તબક્કે મંત્રીમંડળના વિસ્તરણની તરફેણમાં નથી કારણ કે બે મંત્રીઓને છોડી દેવાથી વધુ અસંતોષ થઈ શકે છે.

નામમાં રાજનીતિ? / આસામમાં પણ થયું નામકરણ, રાજીવ ગાંધી નેશનલ પાર્ક હવે આ નામથી ઓળખાશે

સરકાર પર નિશાન / ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી