Navratri/ મંતવ્ય પરિવારની નવરાત્રીમાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષા બેન સુથાર ખેલૈયા સાથે ગરબે ઘૂમ્યા

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ ગયો  છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી રહ્યા છે.ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં મંતવ્ય પરિવાર તરફથી આયોજિત નવરાત્રીમાં રાજ્યકક્ષા  મંત્રી નિમિષા બેન સુથાર  ગરબા રમતા જોવા મળ્યા હતા.ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

 નવરાત્રીના ગરબાની ઉજવણી બે વર્ષના આંશિક વિરામ બાદ ધમધુમથી થઈ રહી છે,મંતવ્ય પરિવાર તરફથી આયોજિત નવરાત્રીમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.