રાજસ્થાનનાં CM અશોક ગેહલોત દ્વારા ગુજરાતમાં દારૂબંધી મામલે કરવામાં આવેલા વિવાદીત નિવેદન પર ગુજરાતનાં CM વિજ્ય રૂપાણી દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા આ નિવેદનને ગુજરાતની 6.5 કરોડ જનતાનું અપમાન ગણવવામાં આવ્યું હતું. તો આ મામલે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી દ્વારા સરકાર અને ખાસ કરીને CM રુપાણીનાં નિવેદન મામલે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોવાની વાત કરવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો અને ફરી “ગુજરાતમાં દારૂબંધી” વિશેષ મુદ્દો બની રહ્યો છે. ત્યારે CM રૂપાણીની અને ગુજરાત પોલીસની આબરૂનાં લીરા ઉડાળતી ધટના અનાયાસે એવી જગ્યાથી સામે આવી કે જેનાથી આ સળગતા મુદ્દાને વધુ હવા મળી છે.
વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જગ્યાએથી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. હવે બોટલ ભરેલી હોય તો પણ બરોબર કે કોઇ બુટલેગરોએ ત્યાં સંતાડીને રાખી હશે, તેવી બચાવમાં દલીલ સામે આવી શકે. પરંતુ આ તો ખાલી બોટલનો ખજાનો મળી આવ્યો છે. એટલે કે ગુજરાતમાં ફક્ત દારૂ મળે જ છે, એ વાતથી આગળ વઘી ગુજરાતમાં દારૂ છુટથી પીવાય પણ છે, તેવું આ ઘટનામાં સાબિત પણ થાઇ ગયું.
જુઓ આ વીડિયો………….
બોટલો મળવાનું સ્થળ પણ આ ઘટનામાં ખુબ મહત્વ ઘરાવે છે. 20 જેટલી ખાલી(પીધેલી) બોટલો બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી મળી આવતા હવે આ ઝેર વિદ્યાર્થીઓમાં અને તે પણ કોલેજની હોસ્ટેલો સુધી પહોંચી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ખરેખર આ સમાજીક જીવન માટે લાલબતિ સમાન કિસ્સો છે.
જુઓ આ વીડિયો………….
કોઇ શૌક્ષણીક સંસ્થાની હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવે તે જોરશોરથી કહે છે કે, વિદ્યાર્થીઓ છુટથી દારૂ પી રહ્યા તો છે જ પરંતુ, પીધા પછા તેનો(બોટલ)નો નાશ કરવા જેટલી તસ્દી પણ નથી લેતા અને ત્યાંની ત્યાં જ બોટલો રાખે છે એટલે વિદ્યાર્થીઓને કાયદાનો પણ કોઇ ડર નથી અને આમાં શું ? તેવી તીવ્ર માન્યતા તેનાંમાં ઘર પણ કદાચ કરી ગઇ છે., તો સાથે સાથે હોસ્ટેલનું મેનેજન્મેન્ટ પણ આ મામલે ઉંઘતું ઝડપાયું છે. ત્યારે આવું લાગી રહ્યું છે કે, થોડા સમયમાં કદાચ ફલાણી શૌક્ષણીક સંસ્થાની હોસ્ટેલમાં લઠ્ઠાકાંડ થયો તેવા સમાચાર સાંભળવા મળે તો ચોંકી જતા નહીં. કારણ કે આ મામલો ગવાહી આપે છે કે શક્યતાનાં પાયા હોસ્ટેલોમાં રોપાય ગયા છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
