Not Set/ પાકિસ્તાનને પડ્યા પર પાટુ, US સંરક્ષણ સચિવ, માર્ક એસ્પરે ભારતની પ્રશંસા કરી

કાશ્મીર અને  #Article 370 મામલે પાકિસ્તાન જેટલો ઉહાપો મચાવી વિશ્વનું ધ્યાન ખેચી ભારત પર દમાણ વધારવા માંગે છે એટલું પોતે જ ફસાઇ રહ્યું હોય તેવું બની રહ્યું છે. આ મામલે પાકિસ્તાનને ફરી પાકિસ્તાનને પડ્યા પર પાટુ વાગ્યાનો અનુભવ થયો છે. US સંરક્ષણ સચિવ, માર્ક એસ્પર એ કાશ્મીર અને આર્ટિકલ 370 મામલે ભારતની સ્થિતિની પ્રશંસા કરી […]

Top Stories

કાશ્મીર અને  #Article 370 મામલે પાકિસ્તાન જેટલો ઉહાપો મચાવી વિશ્વનું ધ્યાન ખેચી ભારત પર દમાણ વધારવા માંગે છે એટલું પોતે જ ફસાઇ રહ્યું હોય તેવું બની રહ્યું છે. આ મામલે પાકિસ્તાનને ફરી પાકિસ્તાનને પડ્યા પર પાટુ વાગ્યાનો અનુભવ થયો છે. US સંરક્ષણ સચિવ, માર્ક એસ્પર એ કાશ્મીર અને આર્ટિકલ 370 મામલે ભારતની સ્થિતિની પ્રશંસા કરી છે.

વાત જાણે એમ છે કે માર્ક એસ્પરની US સંરક્ષણ સચિવ તરીકે વર્ણી કરવામાં આવતા ભારતનાં રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા યુએસ સંરક્ષણ સચિવ, માર્ક એસ્પર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. અને સંરક્ષણ પ્રધાને માર્ક એસ્પરને યુએસ સંરક્ષણ સચિવ તરીકે નિયુક્તિ બદલ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે જ રાજનાથ સિંહ દ્વારા સંરક્ષણ મામલે સરહદ પારનાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા ભારતના પ્રયત્નો માટે યુ.એસ. દ્વારા આપવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરવામાં આવી હતી.

વાતચીત દરમ્યાન રાજનાથ સિંહ દ્વારા તે પણ ફરી એકવાર USને અને US સંરક્ષણ સચિવ, માર્ક એસ્પરને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે  કલમ  370ને લગતા તમામ મુદ્દાઓ ભારતની આંતરિક બાબત છે, અને ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાનો હેતુ જમ્મુ અને કાશ્મીરના લોકો માટેનાં આર્થિક વિકાસ, લોકશાહી અને સમૃદ્ધિમાં સુધારો માટે છે.

રાજનાથ સિંહની આ વાત બાદ યુએસ સંરક્ષણ સચિવ, માર્ક એસ્પરે, ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી કે # જમ્મુ અને કાશ્મિરમાં તાજેતરનાં મુદ્દે વિકાસ એ ભારતની આંતરિક બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈપણ મુદ્દો દ્વિપક્ષીય રીતે હલ કરવામાં આવે.

આમ પાકિસ્તાનને પડ્યા પર પાટુ ખાવાનો વારો આવ્યો હતો. આપને જણાવી દઇએ કે હાલમાં જ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન દ્વારા અમેરીકી પ્રેસીડન્ટ સાથે આ મામલે હસ્તક્ષેપ કરી એક તરફી ટેલીફોનીક વાત કરવામા આવી હતી. ત્યારે પણ ટ્રમ્પ દ્વારા આ દ્વિપક્ષીય વાતચીત પર જ ભાર મુકાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.