Not Set/ અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસે મહિલાની છેડતી કરનાર એક યુવકની કરી ધરપકડ

અમદાવાદ, અમદાવાદ ની વસ્ત્રાપુર પોલીસે મહિલા ની છેડતી કરનાર એક યુવક ની ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા શખ્સનું નામ સાહિલ દેસાઈ છે અને તે મિનરલ વૉટર સપ્લાયરનું કામ કરે છે. શનિવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં આરોપી સાહિલ દેસાઈ અને તેનો મિત્ર પાણીની સપ્લાય કરવા માટે ગયા હતા એ સમયે […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદ ની વસ્ત્રાપુર પોલીસે મહિલા ની છેડતી કરનાર એક યુવક ની ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા શખ્સનું નામ સાહિલ દેસાઈ છે અને તે મિનરલ વૉટર સપ્લાયરનું કામ કરે છે.

શનિવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં આરોપી સાહિલ દેસાઈ અને તેનો મિત્ર પાણીની સપ્લાય કરવા માટે ગયા હતા એ સમયે સાહિલે એ પરણિતાને એકલા ઘરે જોઈને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ આ મહિલાએ ઇનકાર  કરતા સાહિલ અને તેના મિત્રએ અભદ્રવર્તન કરી નીકળી ગયા હતા.

જો કે ત્યારબાદ આ સમગ્ર મામલો મહિલાએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે આરોપી સાહિલ દેસાઈની ધરપકર કરી ને વધુ તપાસ શરુ કરી છે