Not Set/ સેન્ટ્રોકાર સાથે બુટલેગરની અટકાયત, વિદેશી દારૂની 112 બોટલો મળી

બનાસકાઠા, બનાસકાઠામાં થરાદ પોલીસે સેન્ટ્રોકાર સાથે એક બુટલેગરની અટકાયત કરી છે. એક લાખ ચોવીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી છે. થરાદ પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન એક એમએચ ઝીરો ટુ કે એ ચોત્રીસ છેતાલીસ નંબરની સેન્ટ્રોકાર પસાર થઇ હતી. આ કારને આંતરી કારની તલાસી લીધી હતી. કારની તલાસી લેતા […]

Gujarat Others Trending

બનાસકાઠા,

બનાસકાઠામાં થરાદ પોલીસે સેન્ટ્રોકાર સાથે એક બુટલેગરની અટકાયત કરી છે. એક લાખ ચોવીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી છે.

થરાદ પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન એક એમએચ ઝીરો ટુ કે એ ચોત્રીસ છેતાલીસ નંબરની સેન્ટ્રોકાર પસાર થઇ હતી.

આ કારને આંતરી કારની તલાસી લીધી હતી. કારની તલાસી લેતા કારમાંથી 44 હજાર 700 રૂપિયાની વિદેશી દારૂની 112 બોટલો મળી આવી હતી. વિદેશી દારૂની બોટલો મળતા ખુશાલમાળીની 80 હજારની રોકડ સાથે અટકાયત કરવામાં આવી.