Viral Video/ રાજકોટમાં હવે નથી રહ્યો ખાખીનો ડર, યુવકે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી કર્યો વાયરલ

રાજકોટ યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસનો ખૌફ ભૂલાઈ જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યા છે.

Gujarat Rajkot
ફાયરિંગ

શહેરમાં જાણે પોલીસનો ડર રહ્યો જ નથી તે રીતે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ તંત્રની સતર્કતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.રાજકોટમાં એક યુવક દ્વારા હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ થયો છે. જેના કારણે ખભભળાટ મચ્યો છે. એકલો પણ એકડો નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું હતુ. ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો.

રાજકોટ યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસનો ખૌફ ભૂલાઈ જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યા છે. યુવકે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોં છે. ‘એકલો પણ એકડો’ નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું. ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવાયો છે.

ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ વારંવાર બનતા રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.

આ પણ વાંચો:રોડ અકસ્માતમાં જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:સામે આવી નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ભવિષ્યની ઝલક, કોઈ અજાયબીથી ઓછી નહીં હોય, મોલ-એરપોર્ટને પણ આપશે ટક્કર

આ પણ વાંચો:રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસમાં ભંગાણ, યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આપ્યું રાજીનામું