ગુજરાત સરકાર અને CM રૂપાણી દ્વારા પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાનાં પ્રયાસોને પરિણામે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે વિવિધ કેટેગરીનાં ત્રણ ટુરિઝમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૫.૭૫ કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી : આ વર્ષના અંત સુધીમાં ૬.૫૦ કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે તેવો નિર્ધાર રૂપાણી સરકારે કર્યો છે
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં પ્રવાસન વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી અને હકારાત્મક પ્રયત્નોનાં પરિણામે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની થયેલી ઉજવણીમાં ગુજરાત રાજ્યને પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે વિવિધ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાનાં રૂપાણી સરકારનાં પ્રયાસોને પરિણામે આ સિદ્ધિ હાંસલ થઈ શકી છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ત્રણ નેશનલ ટુરિઝમ એવોર્ડ ગુજરાતને પ્રાપ્ત થતા ગુજરાત માટે આ ગૌરવ સમાન બાબત બની રહી છે.
ગુજરાતનાં પ્રવાસન વિભાગને જે ત્રણ એવોર્ડ મળ્યા છે એમાં બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ઈન ઇન્ડિયા (કેટેગરી-એ) માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પસંદગી થઈ છે. એ જ રીતે મોસ્ટ રીસ્પોન્સીબલ ટુરિઝમ પ્રોજેક્ટ ઈનીસ્યેટીવ માટે કચ્છ જિલ્લાનાં ધોરડોની પસંદગી થઈ છે જે સિદ્ધિ રણોત્સવનાં પરિણામે મળી છે. આ ઉપરાંત બેસ્ટ હેરિટેજ વોક માટે અમદાવાદ હેરીટેજ વોકની પસંદગી થઈ છે. ગુજરાતનાં પ્રવાસન વિભાગને વિવિધ એવોર્ડ મળવાના પરિણામસ્વરૂપે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે અને પ્રવાસીઓને આકર્ષવામાં ચોક્કસ પ્રોત્સાહન-પ્રેરણા મળી રહેશે.
આપણ વાંચો : બેટ દ્વારકા, પિરોટન, આલિયા બેટ અને શિયાલ બેટ સહિત 23 મોટા ટાપુઓ વિકસાવવામાં આવશે
પર્યટન દિવસ નિમિત્તે વર્ષ ૨૦૧૭-૧૮ માટે રાષ્ટ્રીય પર્યટન પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતને ત્રણ જેટલા પુરસ્કાર મળતા પ્રવાસન ક્ષેત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી મહેનત રંગ લાવી છે. ગુજરાત રાજ્ય ટુરિઝમ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. હજુ વધુ પ્રવાસીઓ આકર્ષાય તેવી ઘણી ક્ષમતા ગુજરાતમાં છુપાયેલી છે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ રાજ્યનાં પ્રવાસન વિભાગે અન્ય રાજ્ય તેમજ દેશનાં પ્રવાસીઓ ગુજરાતમાં મોટી સંખ્યામાં આવે તે માટે મોટા પાયે આયોજન હાથ ધર્યું છે. આ માટે સર્વે અને અભ્યાસો કર્યા બાદ ગુજરાતનાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેના માટે અન્ય રાજ્યોમાં રોડ શો સુધીનાં કાર્યક્રમ પણ થઈ રહ્યાં છે.
આપણ વાંચો : ગુજરાત ટુરીઝમનાં પ્રોત્સાહન માટે નવતર પ્રયોગ : વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓને 10 હજાર સુધીનો ખર્ચ આપશે
ગત વર્ષે ગુજરાતમાં ૫.૭૫ કરોડ પ્રવાસીઓ નોંધાયા છે અને આ વર્ષના અંત સુધીમાં જેટલા ગુજરાતીઓ છે તેટલા જ પ્રવાસીઓ એટલે કે ૬.૫૦ કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે તેવો નિર્ધાર રૂપાણી સરકારે કર્યો છે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજ્ય બહાર પ્રવાસનનો બહોળો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બંગાળમાં રોડ-શો મારફત ગુજરાતની તમામ ટુરિઝમ સર્કિટ બતાવવામાં આવી હતી. લોકો આ રોડ શોથી ખૂબ પ્રભાવિત થયા હતા. ઉપરાંત અન્ય રાજ્યોનાં ટુર ઓપરેટર અને ગુજરાતના ટુર ઓપરેટરોને સાથે રાખીને પ્રવાસન મંત્રીએ વન ટુ વન બેઠકોનાં દોર ચાલુ કરી સંકલિત પ્રવાસન વ્યવસ્થા ઊભી કરવાની પહેલ કરી છે.
પ્રવાસન ઉદ્યોગ જેટલી રોજગારી સર્જન બીજું કરે છે એટલી રોજગારીનું સર્જન અન્ય કોઈ સેક્ટર કરી શકતું નથી આ માટે તેનો વિકાસ ખૂબ મહત્ત્વનો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો. આ માટે ગુજરાતનાં ફરવા-જોવા લાયક સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતે ગૌરવ સમાન ત્રણ ઍવોર્ડ હાંસલ કરીને રાજ્યનાં પ્રવાસીલક્ષી અભિગમની છબી રાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત કરી છે. રૂપાણી સરકારનાં પ્રવાસન વિભાગને મળેલા એવોર્ડ તેની પ્રવાસીઓ માટે પૂરી પાડવાની સુવિધાઓ માટેનાં નિરંતર પ્રયાસોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતને આ પુરસ્કારનાં હક્કદાર બનાવવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહેનત અને માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
