#gujaratpolice/ વિવિધ રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂના જથ્થો લાવનારા બુટલેગરો પર ઈનામની જાહેરાત

કખ્યાત બુટલેગરો સામે 20 હજારથી લઈને 1 લાખના ઈનામની જાહેરાત

Top Stories Gujarat

Gujarat News : વિવિધ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવનારા કુખ્યાત બુટલેગરો સામે 20 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 9 રાજસ્થાનના અને એક બનાસકાંઠાના મળીને કુલ 10 બુટલેગરોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાંથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવે છે. આ બુટલેગરો પોલીસથી બચવા નાસતા ફરે છે. આ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસને સચોટ માહિતી આપનારી વ્યક્તિને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગોતરા રોકડ રકમ જાહેર કરવા માટે  સ્ટેટ મોનિટરીંગ સેલે એક દરખાસ્ત રજૂ કરી હતી.

જેને આધારે આ નાસતા ફરતા કુખ્યાત બુટલેગરોને ઝડપી લેવા માટે સચોટ માહિતી આપનારા કે મદદરૂપ થનારી વ્યક્તિઓને આગતરા રોકડ રકમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અલગ અલગ બુટલેગરોના માથે 20 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

આ બુટલેગરો મુજબ રાજસ્થાનના ખેંગારરામ ઉર્ફે છોટુ બિશ્નોઈ સામે ડીસા ગ્રામ્ય પોલીસમા ગુનો નોંધા.લો છે અને તેની પર રૂ. 20,000 નું ઈનામ રખાયું છે. બનાસકાંઠા સહિતિ ચાર જીલ્લામાં જેની સામે ગુનો નોંધાયેલા છે તે અનિલ ઉર્ફે પાંડ્યા જે. જાટ સામે રૂ.1,00,000 ના ઈનામની જાહેરાત કરાઈ છે.પવનસિંગ બી.મહેછા ઉપર રૂ.25,000નું ઈનામ, તૌફિક એન.મુસલમાન ઉપર રૂ.25,000 નું ઈનામ, ભરત યુ. ડાંગી ઉપર રૂ.50,000 સુનિલ ઉર્ફે ભંવરલાલ દરજી ઉપર રૂ. 25,000, આશિષ ઉર્ફે આસુ આર.અગ્રવાલ ઉપર રૂ. 1,00,000, પીરારામ એમ.દેવાસી ઉપર રૂ. 25,000, કાંતિલાલ ઉર્ફે રોહિત આર.મારવાડી ઉપર રૂ. 20,000 તથા બનાસકંઠાના વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા પર રૂ.25,000ના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. તમામ આરોપીઓ પર બનાલકાંઠા, પંચમહાલ, ડીલા જેવા જીલ્લાઓમાં એકથી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા