નડિયાદ,
નડિયાદ ચૂંટણી શાખાનો કોમ્પ્યુટર ઓપરેટર મુકેશ વાઘેલા અને પાસપોર્ટનું કામકરતો ફિરોજ વ્હોરાને ચૂંટણી અધિકારીના સહીઓ વાળા સ્ટેમ્પ સિક્કા અને ચૂંટણી કાર્ડ બનાવવાનું મટીરીયલ ઝડપી નડિયાદ એલસીબીએ મોટો પર્દાફાશ કર્યો છે. કલાસી માંથી ડુપ્લીકેટ વોટરઆઈડી કાર્ડ બનાવવાનું કૌભાંડ બહાર પાડ્યું છે.
ચૂંટણી શાખામાં કામ કરતો ઓપરેટર અને પાસપોર્ટ એજન્ટની ધરપકડ કરી છે. તાત્કાલિક જરૂરિયાત લોકોને રૂપિયા 200 લઈ ઓળખ કાર્ડ બનાવી આપતા હતા. 150 થી વધુ વોટરઆઈડી કાર્ડ બનાવી વેચ્યા હોવાની કબૂલાત કરી છે. કોમ્પ્યુટર, હોલમાર્ક સહિતનો વોટરકાર્ડ બનાવવાની સામગ્રી સહિત 19,973નો મુદ્દામાલ જપ્ત ચકલાસી પોસ્ટે વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ બનાવવાના મામલે બે ઇસમોને એલ.સી.બીએપકડી પાડ્યા હતા.

ફિરોજ હબીબભાઇ વ્હોરા ચકલાસી ગામે પોતાના મિત્ર મુકેશભાઇ કાન્તીભાઇ વાઘેલા ચકલાસી નાઓના ઘરે બેસીને પાસ પોર્ટ બનાવવા માટે વોટરકાર્ડમાં ભુલ હોય તો તે ભુલને કોઇપણ આધાર પુરાવા વગર તેમજ કોઇ અધિકારીની મંજુરી વગર સુધારી લેમીનેશનવાળુ વોટર કાર્ડ બનાવી સાચા તરીકેનો ઉપયોગ કરે છે.

સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર બંન્ને ઇસમો પાસે ચુંટણી અધિકારીના સહીઓ વાળા સ્ટેમ્પ સિક્કા તેમજ ચુંટણી કાર્ડ બનાવા માટેનું મટીરીયલ રાખવા માટેનો ચુંટણી અધિકારીનો ઓર્થોરિટી લેટર માંગતા તે બન્ને ગલ્લા-તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષ કરાક જવાબ આપતા ન હોઇ તેમજ કોમ્પ્યુટર સિસ્ટમના આધાર-પુરવા માંગતા બન્ને ઇસમોની પાસેથી મળી આવેલ ન હોઇ જેથી બંન્ને ઇસમોની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી હતી.

ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ફિરોજ હબીબમિયા વ્હોરા ચુંટણી શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે, જેનો ફાયદો ઉઠાવી પોતાના ઘરે જુના વોટર કાર્ડના સિલ્વરલોગો તથા ઓફિસના સહી સિક્કાના સ્ટેમ્પ વિગેરે લઇ જઇ રૂ.૨૦૦/-માં તાત્કાલિક જરૂરી નામ સરનામાનુ આધાર વગરનું વોટરકાર્ડ બનાવી આપતો,
તેમજ મુકેશ કાંતિભાઈ વાઘેલાપાસપોર્ટનુ કામકાજ કરે છે, પાસપોર્ટ માટે આવશ્યક નામ સરનામાવાળુ ઓળખકાર્ડ તરીકે વોટરકાર્ડ (ચુંટણીકાર્ડ) બનાવડાવવા ફિરોજ હબીબમિયા વ્હોરાનો સંપર્ક કરી તેની પાસે બનાવડાવી તે આધારે પાસપોર્ટ બનાવતો હોવાનુ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું જેમાં તેઓએ ૧૫૦ થી વધુ આવા વોટરકાર્ડ બનાવેલાનો હાલ એકરાર કરે છે. બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
