Ahmedabad News/ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ‘લુટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કર્યો

શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં આંતરરાજ્ય સ્તરે સક્રિય ‘લુટેરી દુલ્હન’(Looter Bride Gang) ગેંગનો પર્દાફાશ કર્યો છે

Gujarat Ahmedabad
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં આંતરરાજ્ય સ્તરે સક્રિય ‘લુટેરી દુલ્હન’(Looter Bride Gang) ગેંગનો પર્દાફાશ કર્યો છે

Ahmedabad News : શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં આંતરરાજ્ય સ્તરે સક્રિય ‘લુટેરી દુલ્હન’(Looter Bride Gang) ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ લગ્નના નામે છેતરપિંડી કરીને યુવકોને શિકાર બનાવતી હતી અને લગ્ન બાદ રોકડ તેમજ દાગીના લઈને ફરાર થઈ જતી હતી. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

લુટેરી દુલ્હન’(Looter Bride Gang) ઘરમાંથી કિંમતી સામાન લઈને ગાયબ થઈ જતી હતી

પોલીસ મુજબ ઝડપાયેલા આરોપીઓમાં જાવેદખાન ઉર્ફે રાજુ મકરાણી, નગ્માબાનુ અને સાનિયા શેખનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ લગ્ન ઈચ્છુક યુવકોને નિશાન બનાવી ખોટી ઓળખ સાથે યુવતીને રજૂ કરતી હતી. ત્યારબાદ ઝડપથી લગ્ન કરાવી દેતા અને થોડા જ દિવસોમાં ‘દુલ્હન’ ઘરમાંથી કિંમતી સામાન લઈને ગાયબ થઈ જતી હતી.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવી જ રીતે અનેક લોકોને છેતર્યા હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે. આરોપીઓ વારંવાર નામ અને સરનામું બદલીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતા હતા.

પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હવે ગેંગના અન્ય ફરાર સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ તપાસ દરમિયાન વધુ પીડિતો સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો : જૂનાગઢમાં ‘લૂંટેરી દુલ્હન’નો આતંક! લગ્નના નામે ₹2.10 લાખ પડાવ્યા બાદ મહારાષ્ટ્રીયન યુવતી ફરાર

આ પણ વાંચો : અમદાવાદમાં રહીને ખેલ પાડતી લૂંટેરી દુલ્હનની ટોળકી, એક યુવતી ચાર યુવક સાથે ફેરા ફરી, લગ્ન પછી રોકડ અને દાગીના લઈ ફરાર

આ પણ વાંચો : અમદાવાદ : લૂંટેરી દુલ્હન લગ્ન બાદ ચાર લાખ રોકડા અને દાગીના લઈ ફરાર