Not Set/ ઘરકંકાસમાં પરણિતાનો આપઘાતનો પ્રયાસ, 6 માસના દિકરાને પણ પીવડાવી ઝેરી દવા

રાજકોટ, રાજકોટના જેતપુરમાં ઉમરાળી ગામે પરણિતાએ ઘરકંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણિતાએ પોતાના છ માસના દિકરાને પણ ઘઉંમાં નાખવાનો પાઉડર પીવડાવી પોતે પણ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણિતાએ દવા ગટગટાવી પાડોશી મહિલાને જાણ કરતા પોડોશીએ તેમને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ માં દિકરાની સ્થિતિ વધુ ખરાબ થતા તેઓને વધુ સારવાર અર્થે […]

Gujarat Others Trending

રાજકોટ,

રાજકોટના જેતપુરમાં ઉમરાળી ગામે પરણિતાએ ઘરકંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણિતાએ પોતાના છ માસના દિકરાને પણ ઘઉંમાં નાખવાનો પાઉડર પીવડાવી પોતે પણ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પરણિતાએ દવા ગટગટાવી પાડોશી મહિલાને જાણ કરતા પોડોશીએ તેમને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ માં દિકરાની સ્થિતિ વધુ ખરાબ થતા તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, પરણિતાનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો અને પતિએ તેને નહિં રાખવાની વાત કરતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આ મામલે આત્મહત્યાના દુષપ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.