Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલની ઇમ્પેકટ, દારૂના અડ્ડા પર LCB અને આર આર સેલની સંયુકત રેડ

થરાદ, થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહયું છે તેવો અહેવાલ મંતવ્ય ન્યૂઝ રજૂ કરતાં અહેવાલને પગલે પોલીસતંત્ર સફાળું જાગ્યું હતું. બનાસકાંઠા જિલ્લા LCB અને આર આર સેલે થરાદના વજેગઢ ગામની મહિલાના ઘરમાં રેડ કરતાં દેશી દારૂ અને દારૂ ગાળવાના સાધનો મળી આવતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. વર્ષોથી દેશી દારૂનો કારોબાર […]

Gujarat Others Trending

થરાદ,

થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહયું છે તેવો અહેવાલ મંતવ્ય ન્યૂઝ રજૂ કરતાં અહેવાલને પગલે પોલીસતંત્ર સફાળું જાગ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા LCB અને આર આર સેલે થરાદના વજેગઢ ગામની મહિલાના ઘરમાં રેડ કરતાં દેશી દારૂ અને દારૂ ગાળવાના સાધનો મળી આવતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

વર્ષોથી દેશી દારૂનો કારોબાર ચાલતો હોવા છતાં માત્ર એક જ મહિલાના ઘરે રેડ કરતાં લોકો પોલીસ સામે અનેક તર્ક વિતર્ક કરી રહયા છે.

જયારે અભેપુરમાં રેડ કરતાં દારૂ ગાળવાના સાધનો મળી આવ્યા હતા. આમ આ રીતે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હોવા છતાં હજી સુધી ગુનો નોંધવામાં આવ્યો નથી. જેથી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.