Vadodara News/ વડોદરાના પીલોલમાં તંત્રની ઘોર બેદરકારી! નળમાં પીવાના પાણીને બદલે ગંદુ પાણી આવતા હડકંપ

વડોદરા (Vadodara) ના સાવલી તાલુકાના પીલોલ ગામમાં ગંદા પાણીની સમસ્યા યથાવત છે. માજી સરપંચના ઘરે ગંદુ પાણી આવતાનો વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

Gujarat Vadodara Trending
Vadodara Village Water Problem

Vadodara Pilol Village Viral Video: ‘સ્વચ્છ ભારત’ અને ‘નલ સે જલ’ ના દાવાઓ વચ્ચે વડોદરાના સાવલી તાલુકાના પીલોલ ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. પીલોલમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા યથાવત છે, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગામના જ માજી સરપંચના ઘરે ગંદા પાણીનો પુરવઠો આવવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રના કામકાજ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Vadodara Village Water Problem

Vadodara: વીડિયો વાયરલ થતા ખળભળાટ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નળમાં પીવાલાયક શુદ્ધ પાણીને બદલે કાળું અને ગંદુ પાણી આવી રહ્યું છે. માજી સરપંચના ઘરે જ જો આવી સ્થિતિ હોય, તો સામાન્ય ગ્રામજનોની હાલત કેવી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ વીડિયોએ ગ્રામ પંચાયત અને જવાબદાર અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે.

Vadodara Village Water Problem

રજૂઆતો બધિરા કાને અથડાઈ!

પીલોલના ગ્રામજનોનો આક્ષેપ છે કે ગંદા પાણી અને ઉભરાતી ગટરની સમસ્યા અંગે તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે ગંદા પાણીથી ગામમાં ટાઈફોઈડ, કોલેરા અને કમળા જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.

જવાબદારો સામે કાર્યવાહીની માંગ

પીલોલ ગામના રહીશો હવે આરપારના મૂડમાં છે. ગ્રામજનોની માંગ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને જે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

શું તંત્ર આ વીડિયો વાયરલ થયા પછી જાગશે? કે પછી પીલોલના રહીશોએ હજુ પણ ગંદા પાણીમાં જ દિવસો પસાર કરવા પડશે? તે પ્રશ્ન હજુ પણ યથાવત છે.


આ પણ વાંચો: વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત

આ પણ વાંચો: વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાના કારણે ચકચાર મચી

આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત