Amreli news : અમરેલીમાં એક મહિલા પોલીસકર્મીના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ મહિલા પોલીસકર્મીએ પોલીસની વર્દીમાં જ વીડિયો બનાવતા વિવાદ સર્જાયો છે.
મહિલા પોલીસે પોલીસ યુનિફોર્મમાં જ બુલેટ સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા ફેલાઈ છે. ડીજીનો પરિપત્ર હોવાછતા વર્દીમાં વીડિયો બનાવવામાં આવતા પોલીસ બેડામાં આ વાયર વીડિયોએ બારે ચર્ચા જગાવી છે.
વીડિયોમાં મહિલા પોલીસકર્મી સિંઘમ સ્ટાઈલમાં હાથમાં ગોગલ્સ સાથે નજરે ચડે છે. બાદમાં તે બુલેટપર બેસતા દેખાય છે. વીડિયોમાં એક કેમેરામેન પણ નજરે ચડે છે. પોલીસ હવે આ પોલીસકર્મીના વાયર વીડિયો અંગે શું પગલા લે છે તે જોવાનું રહ્યું.
અગાઉ પણ પોલીસકર્મીઓ દાવારા આ પ્રકારના વીડિયો બનાવીને વાયરલ કરાયા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. ગુજરાત રાજ્યના પોલીસ વડાનો પરિપત્ર હોવાછતા પોલીસકર્મીઓ પોલીસના યુનિફોર્મમાં વીડિયો બનાવીને વાયરલ કરતા હોય છે. પોલીસ દ્વારા આવા પોલીસકર્મીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ પ્રકારના વીડિયો વાયરલ થતા અટકે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો:ભારે જનઆક્રોશ પછી DGVCLનો નિર્ણયઃ પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે
આ પણ વાંચો:‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’
આ પણ વાંચો:સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’
આ પણ વાંચો:લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….
