Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે ઉદ્યોગ અને સ્કીલ ડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા કરી

ગુજરાત અને ઝિમ્બાબ્વે (Zimbabwe) વચ્ચે MSME અને SME સેક્ટરમાં સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નિકલ ટ્રેનિંગ અને ટેક્નોલોજી સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે સાથે ઉદ્યોગ, શિક્ષણ અને સ્કીલ ક્ષેત્રે ભાગીદારી વધારવાની તૈયારી વ્યક્ત કરી.

Gujarat Gandhinagar
Zimbabwe

Gandhinagar: ગુજરાતના MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ) સેક્ટરની સ્કીલ અને ટેક્નિકલ એક્સપર્ટિઝનો લાભ ઝિમ્બાબ્વેના (Zimbabwe) SME સેક્ટરને મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત, નેપાળ, શ્રીલંકા અને માલદીવ્સ ખાતેના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સ્ટેલા નકોમો તથા ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને તેમની ડેલિગેશને ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.

MSME અને SME અંગે વિસ્તૃત ચર્ચા

આ ડેલિગેશન અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા ટ્રેડ શોમાં સહભાગી થવા ગુજરાત આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠક દરમિયાન બંને પક્ષોએ MSME અને SME સેક્ટરમાં સ્કીલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ટેક્નોલોજી સહયોગ માટે સહકારની સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

ઝિમ્બાબ્વેના એમ્બેસેડર અને ડેપ્યુટી મિનિસ્ટરે જણાવ્યું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં અગ્રેસર છે અને MSME ક્ષેત્રે તેની વિશેષ કુશળતા છે, જેના અનુભવનો લાભ ઝિમ્બાબ્વે લેવા ઇચ્છે છે.

Zimbabwe SME cooperation,Bhupendra Patel,
Zimbabwe SME cooperation,Bhupendra Patel,

બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવાની સંભાવનાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઝિમ્બાબ્વેના SME સેક્ટરને ગુજરાતના MSME સેક્ટરની કુશળતા અને અનુભવનો લાભ મળે તે માટે સહયોગ અને કોલોબ્રેશનન માટે રાજ્ય સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્કીલ ડેવલપમેન્ટ અને ટેક્નિકલ ટ્રેનિંગના ક્ષેત્રે બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવાની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો.

ડેલિગેશને ઉદ્યોગ અને વેપાર ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત સાથે સંબંધો વિસ્તૃત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ગાંધીનગર સ્થિત NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી)માં ઝિમ્બાબ્વેના પોલીસ અને સિક્યુરિટી અધિકારીઓ દ્વારા સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ સિક્યુરિટી જેવા વિષયોમાં અભ્યાસ કરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Zimbabwe SME cooperation
Zimbabwe SME cooperation

વાયબ્રન્ટ સમિટ-2027 માટે આમંત્રણ આપ્યું

મુખ્યમંત્રીએ ઝિમ્બાબ્વેને આગામી વાયબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. જવાબમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર અને ડેપ્યુટી મિનિસ્ટરે માર્ચ-2026માં ઝિમ્બાબ્વેમાં યોજાનારા SME એક્ઝિબિશનમાં ગુજરાતના MSME ઉદ્યોગકારો અને રાજ્ય સરકારના અધિકારીઓને આમંત્રણ આપ્યું હતું.

વિવિધ અધિકારીઆ હાજર રહ્યા

આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો:સાબરમતી આશ્રમ નવીનીકરણની પ્રગતિની સમીક્ષા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક

આ પણ વાંચો:અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું લોકાર્પણ થશે

આ પણ વાંચો:ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું